નવસારી હાઈવે પર બે દિવસમાં બીજો ગંભીર અકસ્માત, રોંગ સાઈડથી આવેલી કાર ટ્રકમાં ઘુસી ગઈ
રોનક જાની/નવસારી: નવસારીમાં બે દિવસમાં ભયાનક અકસ્માતની બીજી એક ઘટના બની છે. નેશનલ હાઈવે નં.48 પર વહેલી સવારે વેસ્મા ગામ નજીક ફરી એકવાર કાર અને…
ADVERTISEMENT
રોનક જાની/નવસારી: નવસારીમાં બે દિવસમાં ભયાનક અકસ્માતની બીજી એક ઘટના બની છે. નેશનલ હાઈવે નં.48 પર વહેલી સવારે વેસ્મા ગામ નજીક ફરી એકવાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સુરતથી નવસારી જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી અને સામેથી આવતી ટ્રકમાં ઘુસી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કારમાં સવાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા મોટી જાનહાનિ થતા ટળી હતી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ઘુસી કાર
ઘટનાની વિગતો મુજબ, નેશનલ હાઈવે નંબર 48 પર સુરથી નવસારી જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ કાર ડિવાઈડર કુદીને રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર આખું પડીકું વળી ગઈ હતી. બીજી તરફ ટ્રકની વિન્ડશીલ્ડ અને આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જોક ટ્રકની વિન્ડશીલ્ડ એટલી ઊંચી હોવા છતાં કાર ત્યાં કેવી રીતે અથડાઈ તેને લઈને રાહદારીઓ પણ વિચારમાં પડી ગયા હતા. ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, પોલીસની ટીમ પણ ઘટના સ્થળો પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: પતંગ પકડવા જતા યુવકની માલગાડી સાથે થઈ ટક્કર, કમકમાટી ભર્યું મોત થતા ચકચાર
ADVERTISEMENT
બે દિવસ પહેલા બસ અને કારના અકસ્માતમાં 9 મોત થયા હતા
નોંધનીય છે કે, 31મી ડિસેમ્બરે જ વહેલી સવારે પ્રમુખસ્વામી નગરથી મુલાકાતીઓને લઈને પરત જતી બસ સાથે રોંગ સાઈડમાંથી આવેલી ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ 8 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બસમાં બેઠેલા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે ફરી એકવાર નવસારીના નેશનલ હાઈવે નં.48 પર આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT