આ 14 એપ્સ ખાલી કરી રહી છે બેંક એકાઉન્ટ, ગૂગલે પ્લેસ્ટોરમાંથી કરી ડિલીટ; તમે પણ કરી દો Uninstall

ADVERTISEMENT

gujarattak
social share
google news

એન્ડ્રોઈડ યુઝર્સ (Android Users) માટે એક ખરાબ સમાચાર છે. કારણ કે માલવેર (malware)ની ફરી એકવાર વાપસી થઈ ગઈ છે. હવે આ અંગે સિક્યોરિટી અપડેટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એન્ટી વાયરસ બનાવતી કંપની McAfeeના રિસર્ચર્સે એન્ડ્રોઈડ યુઝર્સને ચેતવણી આપી છે અને કેટલીક એપ્સને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. ‘Xamalicious’ નામના માલવેરની ભારતમાં વાપસી થઈ ગઈ છે.

14 એપ્સમાં જોવા મળ્યો આ ખતરનાક માલવેર

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ માલવેર (malware) 3 લાખથી વધુ ડિવાઈસને પ્રભાવિત કરી ચૂક્યો છે. સાથે જ એન્ડ્રોઇડની 14 એપ્સમાં આ ખતરનાક માલવેર જોવા મળ્યો છે. આ માલવેર એકદમ અલગ રીતે કામ કરે છે અને લોકોના ડિવાઈસનું ઍક્સેસ મેળવીને પર્સનલ માહિતી ચોરી કરે છે. હવે આવી સ્થિતિમાં જે યુઝર્સે 2020માં આ એપ્સ ડાઉનલોડ કરા હતી, તેમના ફોનમાં ‘Xamalicious’ માલવેર આવી ગયો હતો.

લિસ્ટ આવ્યું સામે

જો તમે પણ તેનાથી બચવા માંગો છો તો ફોનમાં મેન્યુઅલ ક્લિનઅપ અને સ્કેનિંગની જરૂરી છે. હવે જો આપણે વાત કરીએ કે આખરે એવી કઈ-કઈ એપ્સ છે, જે તેમાં આવે છે તો તેનું લિસ્ટ પણ સામે આવી ચૂક્યું છે. સાથે જ ડાઉનલોડ્સની સંખ્યા પણ જણાવવામાં આવી છે.

ADVERTISEMENT

જાણો કઈ કઈ એપ્સમાં જોવા મળ્યો malware

3D Skin Editor for PE Minecraft (1 લાખ ઈન્સ્ટોલ), Essential Horoscope for Android (1 લાખ ઈન્સ્ટોલ), Logo Maker Pro (1 લાખ ઈન્સ્ટોલ), ઓટો ક્લિક રિપીટર (10 હજાર ઈન્સ્ટોલ), કાઉન્ટ ઈઝી કૈલેરી કેલ્ક્યુલેટર (10 હજાર ઈન્સ્ટોલ), Dots: વન લાઈન કનેક્ટર (10 હજાર ઈન્સ્ટોલ) અને રાઉન્ડ સાઉન્ડ વોલ્યૂમ એક્સટેન્ડર (5 હજાર ઈન્સ્ટોલ)ના નામ સામેલ છે.

તાત્કાલિક ડિલીટ કરો આ એપ

જોકે, હવે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ હોય તો તેને તરત જ ડિલીટ કરી દેવી જોઈએ. કારણ કે આ તમારા ફોનના ડેટા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તમારે તેને તાત્કાલિક અનઈન્ટોલ કરી દેવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT