વડાપ્રધાન મોદીને પાટીદારોની લાલ જાજમ, સરદાર પટેલની જન્મ જયંતીએ મારશે માસ્ટર સ્ટ્રોક?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ચૂંટણીના ચકડોળમાં સરકાર બનાવવા હરીફાઈ લાગી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ચૂંટણીના ચકડોળમાં સરકાર બનાવવા હરીફાઈ લાગી ચૂકી છે. સરકીય સમીકરણો તૈયાર કરવાની હોડમાં અવનવા પાસા ફેકવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ખોડલધામમાં ધજા ચડાવવા આવી શકે છે .
વડાપ્રધાનને આમંત્રણ પાઠવવામા આવશે
ગુજરાતની ચૂંટણી જીતવા માટે હવે દરેક રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાગવડ ખોડલધામ મંદિરમાં ધજા ચઢાવે તેવી શક્યતા છે. ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે આમંત્રણ પણ મોકલવામાં આવી શકે છે.
31 ઓક્ટોબરે ચડાવી શકે છે ધજા
પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોડલધામમાં આવવા અંગે આમંત્રણ પાઠવવા બાબતે જણાવ્યું કે, ખોડલધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધજા ચડાવવા આવે તેવું અમે આમંત્રણ આપવા જવાના છીએ. આવતા અઠવાડિયે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા જવાના છીએ. અંદાજે 31 ઓક્ટોબરે અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વડાપ્રધાન મોદી આવી શકે છે.
ADVERTISEMENT
31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી
વડાપ્રધાન મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત વડાપ્રધાન મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે. ત્યારે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટના ખોડલધામ ખાતે ધજા ચડાવવા વડાપ્રધાન મોદી આવી શકે છે. વડાપ્રધાન 31 ઓક્ટોબરે એટલે કે સરદાર વલ્લભાઈ પટેલની જન્મ જયંતી છે.
ADVERTISEMENT