મોરબી દુર્ઘટનાને એક્ટ ઓફ ગોડમાં ખપાવવા પ્રયાસ? જાણો શું કહ્યું ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખે
અમદાવાદ: ગુજરાતના મોરબીમાં 30 ઓક્ટોબરે બનેલી પૂલ દૂર્ઘટના સમગ્ર દેશ માટે ખુબજ દુઃખદ ઘટના છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં અનેક પરિવારોના માળા પીંખાયા છે. હજુ…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતના મોરબીમાં 30 ઓક્ટોબરે બનેલી પૂલ દૂર્ઘટના સમગ્ર દેશ માટે ખુબજ દુઃખદ ઘટના છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં અનેક પરિવારોના માળા પીંખાયા છે. હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે. અને કહ્યું છે આ વખતે કુદરતની કૃપા નહીં હોય તેથી આ દૂર્ઘટના બની. હત્તભાગીઓની આંખો હજુ સુકાઈ નથી. કેટલાય ભૂલકાઓની નિરાશ આંખો હજું પોતાના પિતાને કે પોતાની માતાના આવવાાની આતુરતાથી રાહ જોઈ રહી હશે. ચિત્કાર સમ્યા નથી. મચ્છુના કિનારે હજુ એ મરણચીંસોની ગુંજ સંભળાઈ રહી છે. મૃતકોના સ્વજનોનું આક્રંદ ચાલુ છે. અને બ્રિજનું રિનોવેશન કરનાર કપંનીના સંચાલકોના આવા માનવતાવિહોણા નિવેદનથી લોહી ઉકળી ઉઠે છે. ત્યારે ઓરેવા કંપનીના મેનેજરનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખે જણાવ્યું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તે ભગવાનની ઈચ્છા હતી.
મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેમણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દિપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં બ્રિજના પેટા-કોન્ટ્રેક્ટર પ્રકાશભાઈને કામ સોંપ્યું હતું અને કામ સારું થયું હતું, એટલે ફરી તેમને જ કામ સોંપ્યું હતું. અમે પહેલા રિપેરિંગ કામ કર્યું હતું.. પણ આ વખતે ભગવાનની કૃપા નહીં હોય કદાચ તેથી જ આ દૂર્ઘટના બની.
ચોંકાવનારો પત્ર આવ્યો સામે
આ ઘટનાને લઈને ચોંકાવનારો પત્ર પણ બહાર આવી છે. જે ઓરેવા કંપનીએ જાન્યુઆરી 2020માં મોરબી જિલ્લા કલેક્ટરને લખ્યો હતો . એના પરથી જાણવા મળ્યું છે કે પુલના કોન્ટ્રેક્ટને લઇને ઓરેવા કંપની અને જિલ્લા કલેક્ટરની વચ્ચે એક લડાઈ ચાલી રહી હતી. ઓરેવા ગ્રુપ પુલની જાળવણી માટે કાયમી કોન્ટ્રેક્ટ ઇચ્છતું હતું. ઓરેવા ગ્રુપે કહ્યું હતું કે જ્યાં સુધી તેમને કાયમી કોન્ટ્રેક્ટ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ પુલ પર કામચલાઉ સમારકામ કરવાનું ચાલુ રાખશે. તેઓ એમ પણ જણાવે છે કે ઓરેવા ગ્રુપ બ્રિજના સમારકામ માટે સામગ્રી મગાવશે નહીં અને તેમની માગ પૂરી થયા પછી જ તેઓ કામ પૂર્ણ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT