આવતીકાલથી બે દિવસ અમિત શાહ ગુજરાતના પ્રવાસે, કાર્યકર્તાઓ સાથે કરશે ઉત્તરાયણ પર્વની ઉજવણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં તડામાર તૈયારીઑ ચાલી રહી છે. બાળકોથી લઈ મોટી ઉમરના લોકો આ પર્વની ઉજવણીને લઈ આતુર છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉત્તરાયણ પર્વ ગુજરાતમાં મનાવવાના છે. અમિત શાહ ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. 14 જાન્યુઆરીએ વેજલપુરમાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 14 જાન્યુઆરીએ વેજલપુરમાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. ત્યારે 15 જાન્યુઆરીએ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે.આ ઉપરાંતમોટી આદરજ ગામમાં સહકારી કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.

જગન્નાથ મંદિરમાં કરશે પૂજા
અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણનો પર્વ મનાવશે અને પરંપરા મુજબ આ વર્ષે પણ અમદાવાદના જગન્નાથ મંદિરમાં 14મી જાન્યુઆરીએ પૂજા વિધી કરશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે, 20 ફેબ્રુઆરી આસપાસ રજૂ થઈ શકે

કેન્દ્રીય ગૃહ મંત્રી તહેવારો ગુજરાતમાં ઉજવે છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મોટાભાગના તહેવારો પોતાના પરિયાર સાથે અને ગુજરાતમાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરે છે. દિવાળી પર્વ પર ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિવાળી તેમજ નુતન વર્ષની ઉજવણી પરિવાર સાથે કરી હતી. ત્યારે હવે ઉતરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT