અમિત શાહે BJPના મંત્રીને ચાલુ ભાષણમાં બે વાર ટોક્યા, કહ્યું- 8 મિનિટથી બોલો છો ટૂંકમાં પતાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હરિયાણાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના સૂરજકૂંડમાં આયોજિત ગૃહમંત્રીઓની શિબિરમાં હાજર હતા. આ દરમિયાન તેમણે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને બે વાર ટોક્યા હતા. અમિત શાહે કહ્યું કે ભાષણ માટે 5 મિનિટનો સમય અપાયો છે, તમે 8.30 મિનિટથી બોલો છો. આને થોડું સંક્ષિપ્તમાં પૂરૂ કરો. જોકે આવું થતાની સાથે જ અમિત શાહની બાજુમાં બેઠેલા હરિયાણાના CM મનોહર ખટ્ટર પણ નીચું મોઢું કરીને બેસી ગયા હતા. આ ઘટના વિશે વિગતવાર જાણીએ…

ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમિત શાહે અનિલ વિજને ટોક્યા…
દેશની આંતરિક સુરક્ષા અંગે હરિયાણાના સૂરજકુંડમાં 2 દિવસીય ચિંતન શિબિર દરમિયાન એક ચિંતન શિબીરમાં હાજર રહ્યા હતા. ત્યારે હરિયાણા ગૃહમંત્રી અનિલ વિજે લાંબુ ભાષણ આપવાનું શરૂ કર્યું હતું. વળી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અનિલ વિજે કહ્યું કે અમે પોલીસ અધિકારીઓને કહ્યું કે તેઓ લોકોની સમસ્યાને એક કલાક સુધી સાંભળે. જોકે તે ઘણા લાંબા સમયથી બોલ્યા કરતા હતા એના પરિણામે અમિત શાહે માઈક ઓન કર્યું હતું.

ADVERTISEMENT

પહેલા ચીઠ્ઠી આપી તેમને ભાષણ રોકવા જણાવાયું- રિપોર્ટ્સ
ઉલ્લેખનીય છે કે હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજ વધારે લાંબા સમય સુધી ભાષણ આપતા હતા એ જોઈને તેમને સંક્ષિપ્તમાં પૂર્ણ કરવા માટે અમિત શાહના સ્ટાફ દ્વારા એક ચિઠ્ઠી પણ આપવામાં આવી હતી. આ ચીઠ્ઠી મળી ગઈ હોવા છતા તેમણે ભાષણ બંધ ન કરતા અમિત શાહે માઈક ઓન કર્યું હતું.

અમિત શાહે કહ્યું કે અનિલ જી થોડું સંક્ષિપ્તમાં કહેવું પડશે. તમારો સમય 5 મિનિટનો હતો પરંતુ તમે 8.30 મિનિટ સુધી બોલવાનું ચાલુ રાખ્યું હતું. તમે થોડું સંક્ષિપ્તમાં પૂરૂ કરજો, હવે કાર્યક્રમને આગળ વધારવાનો સમય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

અમિત શાહે એકવાર કીધું છતા તેઓ બોલતા રહ્યા પછી…
ઉલ્લેખનીય છે કે અમિત શાહે એકવાર કહ્યું છતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ બોલતા રહ્યા હતા. ત્યારપછી ગૃહમંત્રી અમિત શાહે ફરીથી માઈક ઓન કર્યું અને કહ્યું કે અનિલ વિજ તમારું ભાષણ પૂરૂ કરો. અહીં આપણે સમયસર ચાલવું પડે છે. ત્યારપછી અનિલ વિજે પોતાનું ભાષણ પૂરૂ કરી દીધું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT