અમિત શાહ ગૌરવ યાત્રાને આપશે ગ્રિન સિગ્નલ, ચૂંટણીલક્ષી BJPનો પ્રચંડ પ્રચાર શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે પ્રચાર કરવા માટેની ચોક્કસ રણનીતિ ઘડી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગુજરાત ખાતે ગૌરાવ યાત્રાને ગ્રિન સિગ્નલ આપવા જઈ રહ્યા છે. જેના અલગ અલગ રૂટ પર તેઓ અમદાવાદથી સોમનાથ જતી યાત્રાને પ્રસ્થાન કરાવશે. બીજી બાજુ જોવા જઈએ તો નવસારીથી ઉનાઈ સુધીના રૂટ પરની ગૌરવ યાત્રાને પણ અમિત શાહ ગ્રિન સિગ્નલ આપી શકે છે. આની સાથે ભાજપની આદિવાસીઓને આકર્ષિત કરવાની રણનીતિ પણ અપનાવવામાં આવશે.

અમિત શાહની યાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ગુજરાત રાજ્યમાં ગૌરવ યાત્રાને ગ્રિન સિગ્નલ આપવા અમિત શાહ મેદાનમાં આવ્યા છે. આ દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 2 હજાર જેટલા પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. અમિત શાહની સાથે ભાજપના અનેક પદાધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે.

આદિવાસી મત મેળવવા પ્રયાસ
ગુજરાતની ગૌરવ યાત્રા દરમિયાન 3 જાહેર સભાનું આયોજન કરાશે. તેવામાં આ યાત્રા કુલ 13 જિલ્લાઓની 35 વિધાનસભા બેઠકને આવરી લેશે. જ્યાં મોટાભાગના આદિવાસી વિસ્તારો પણ હશે. જેથી સીધુ નિશાન આદિવાસી મત જીતવા પર રાખવામાં આવી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT