અમિત શાહે કહ્યું- મારા ખરાબ દીવસોમાં હું ડિસા 6 દિવસ રોકાયો, કોંગ્રેસ સમયે પાકિસ્તાનના આતંક વિશે જણાવ્યું
ધનેશ પરમાર/ડીસાઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપના પ્રચાર અર્થે ડીસા આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું…
ADVERTISEMENT
ધનેશ પરમાર/ડીસાઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપના પ્રચાર અર્થે ડીસા આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે મારા કપરા સમયે હું છ દિવસ સુધી ડીસામાં રહ્યો હતો. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લામાં જે વિકાસ કર્યો છે તે અત્યંત પ્રશંસનીય છે. તેમણે તો આ જિલ્લાની કાયાપલટ કરી દીધી છે. તેમણે અહીંથી પછાતપણાનું કલંક દૂર કરી રાજ્યમાં સૌથી વધુ વિકાસવંતો જિલ્લો બનાવી દીધો છે.
બનાસકાંઠાની કાયાપલટ થઈ- અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડીસામાં જાહેર સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, 2004માં સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી છે. તેના વડે જિલ્લાની કાયાપલટ થઈ ગઈ છે. આજે ડીસા બટાકાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન પર પહોંચ્યું છે. હવે આગમી દિવસોમાં અટલ ભૂજલ યોજના આવે એટલે બનાસકાંઠાની થોડી ઘણી પાણીની સમસ્યા પણ દૂર થઈ જશે.
અમિત શાહે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે, અગાઉ બનાસકાંઠાની સરહદોથી સ્મગલરોની અવરજવર ધમધમતી હતી. જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે અને કોંગ્રેસના રાજમાં થતા રમખાણો છેલ્લા 23 વર્ષથી જોવા પણ મળ્યા નથી.
ADVERTISEMENT
રાહુલ ગાંધી અને કેજરીવાલ પર કર્યા પ્રહારો…
અમિત શાહે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગતા હતા. જ્યારે સોનિયા ગાંધી અને મનમોહન સિંહની સરકાર હતી ત્યારે પાકિસ્તાનથી કોઈપણ ગમે ત્યારે ભારતમાં ઘુસી જતું હતું. પરંતુ નરેન્દ્ર મોદીના આવવાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહની આ સભામાં ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.
ADVERTISEMENT