અમિત શાહે કહ્યું- કોંગ્રેસે ગરીબી હટાવવાનું કહી ગરીબો હટાવી દીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં અમિત શાહે દસાડા ખાતે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે બીજી બાજુ દસાડામાં ભાજપની જીત થશે એના માટે જનતાને સમર્થન આપવા કહ્યું હતું. અહીં તેમણે ભાજપના વિકાસલક્ષી કાર્યોના વિઝન વિશે પણ ચર્ચા કરી હતી. ચલો આના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ…

કોંગ્રેસે ગરીબી નહીં ગરીબો હટાવ્યા- અમિત શાહ
અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે સૌથી પહેલા હું મહાદેવના ચરણોમાં પ્રમાણ કરીને આ સંબોધન શરૂ કરું છે. તેમણે જનતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે અમારી સરકાર ગરીબો, દલિતો, આદિવાસીઓની સરકાર છે. કોંગ્રેસે ઘણીવાર ગરીબી હટાવવાની વાત કરી પરંતુ ગરીબોને હટાવવાનું કામ કર્યું. જ્યારે નરેન્દ્ર મોદીએ ગરીબોના કલ્યાણ માટે કામ કર્યું છે.

અમિત શાહે વીજળીનો મુદ્દો ઉઠાવ્યો
સુરેન્દ્રનગરમાં જનસભા ખાતે અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકારે ગુજરાતમાં 70 વર્ષ પછી ઘરે ઘરે વીજળી પહોંચાડી છે. આની સાથે સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ પણ ભાજપે વિકસાવી છે. આની સાથે કોવિડની વેક્સિનના તમામ ડોઝ જનતાને ફ્રીમાં આપવામાં આવ્યા હોવાનું પણ અમિત શાહે જણાવ્યું છે.

ADVERTISEMENT

કોંગ્રેસે વર્ષો સુધી દલિતોની રાજનીતિ કરી
અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે આંબેડકરજીનું અપમાન કરવામાં કઈ બાકી રાખ્યું નથી. ભાજપે આંબેડકરજીના ઈતિહાસને સોનેરી અક્ષરોથી લખ્યો.

    follow whatsapp

    ADVERTISEMENT