Morbi માં જ્યારે જ્યારે હોનારત થઇ ત્યારે મુખ્યમંત્રીએ ગુમાવી છે પોતાની ખુરશી! આ વખતે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં મોરબીની દુર્ઘટનાએ રાજકીય ગીતિવિધિઓ પર બ્રેક લાગી હતી અને ફરી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મોરબીનો ઇતિહાસ ગુજરાતની સત્તા ખુરશી સાથે જોડાયેલો છે.સિરામિકનગરી તરીકે જાણીતા મોરબીમાં દર 21 વર્ષે કરુણાંતિકા સર્જાતી હોવાની માન્યતા ફરી એક વખત સાચી ઠરી છે. આજે ત્રીજી વખત 21 વર્ષ બાદ મોરબીમાં દુર્ઘટના સર્જાઈ અને એમાં અનેકના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ હોનારત. 21 વર્ષ બાદ 26 જાન્યુઆરી 2001ના ભૂકંપ અને હવે ત્રીજી વખત 21 વર્ષ બાદ 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજે ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબક્યા હતા અને એમાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે મોરબીમાં આવેલ તમામ આફતે મુખ્યમંત્રીની ખુરશીનો ભોગ લીધો છે. બાબુ જશભાઈ પટેલ અને કેશુભાઈ પટેલે ખુરશી ગુમાવી હતી ત્યારે હવે કોંગ્રેસ અને AAP ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી રહી છે.

1979ના મચ્છુ હોનારત બાદ બાબુ જશભાઈ પટેલે સત્તા ગુમાવી
10 ઓગસ્ટ 1979ની રાત્રિના મોરબીમાં 25 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે, મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા, પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો, પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતાં બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તૂટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપેટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું. મોરબીવાસીઓને પણ પોતાની ઝપેટમાં લીધું. આ હોનારતમાં 6158 મકાન, 1800 ઝૂંપડાં સાવ નાશ પામ્યાં તો 3900 જેટલાં મકાનને નુકસાન થયું હતું. સરકારી આંકડા મુજબ 1439 માનવ અને 12,849 પશુના જીવ ગયા હતા.આ ઘટનાને લઈ તત્કાલીન મુખ્યમંત્રી બાબુ જશભાઈ પટેલે મોરબીમાં કેબિનેટ ફેરવી હતી અને વર્ષ 1980ની ચૂંટણીમાં તેમણે ખુરશી ગુમાવી.

2001ના ભૂકંપ બાદ કેશુભાઈ પટેલે ગુમાવી ખુરશી
26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:45 વાગ્યે ગોઝારો ભૂકંપ આવ્યો હતો. 40 સેકન્ડ સુધી ભૂકંપે ધરાને હચમચાવી અને આ 40 સેકન્ડની અસર હજુ ભુલાઈ નથી. સમગ્ર મોરબી શહેર ધણધણી ઊઠ્યું હતું. આ ભૂકંપમાં સૌથી વધુ અસર સામાકાંઠે હાઉસિંગ બોર્ડની વસાહતોને અને સોનીબજારમાં થઈ હતી, જેમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી તેમજ સોનીબજારમાં અનેક દુકાનો, મકાનો પળવારમાં જ કાટમાળ બની ગયાં હતાં. આ સ્થળ પર ચાલી પણ ન શકાય એવી કપરી સ્થિતિ સર્જાઈ હતી.

ADVERTISEMENT

આવી જ રીતે ગેસ્ટ હાઉસ રોડ પરની બજારને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત મણિમંદિર, નેહરુગેટ, ગ્રીનચોક જેવી ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી. પાડાપુલની રાહદારી પાળી પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. ભૂકંપની આ નુકસાની અને જાનહાનિની સત્તાવાર વિગતો જોઈએ તો મોરબી શહેરી વિસ્તારના 130 જેટલા લોકોનાં મોત થયાં હતાં અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. 50 હજારથી વધુ મકાનોને નુકસાન થયું હતું. 82 ગામને અસર પહોંચી હતી, જેમાંથી 70 ટકા ગામોને મોટું નુકસાન પહોંચ્યું હતું. એકંદરે સમગ્ર મોરબી તાલુકો ભૂકંપથી ભારે પ્રભાવિત થયો હતો. આ ભૂકંપની ઘટના બાદ ગુજરાતમાં સત્તાનું સિંહાસન ડગમગ્યુ હતું. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ખુરશી ગુમાવી અને ગુજરાતનું સુકાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ્યું રાજીનામુ
30 ઓક્ટોબર 2022ની સાંજ અને આ સાંજ ત્રીજી વખત 21 વર્ષ બાદ મોરબી માટે કાળી ટીલી સમાન બની ગઈ. આ રવિવારની સાંજ મોરબીના ફરવાલાયક સ્થળ ઝૂલતા પુલ પર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર, સગાં-સંબંધીઓ અને મિત્રો સાથે ફરવા માટે ગયા હતા અને અચાનક સાંજના 6.30 કલાક આસપાસ પુલ તૂટી પડ્યો હતો, આથી અનેક લોકો દોરડા પકડી પોતાના જીવ બચાવતા રહ્યા તો અનેક લોકો નીચે પાણીમાં ખાબક્યા હતા. કોઈ નીચે પટકાતાં મોતને ભેટ્યા તો કોઈ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કોંગ્રસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રાજીનામું માંગ્યું છે.

ADVERTISEMENT

Congress એ કરી રાજીનામાની માંગ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મોરબીની દુર્ઘટનાને લઈ જણાવ્યું કે, લાલ બૂહાદુર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધું હતું. હવે સવાલ એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામુ આપશે કે તેમને કાઢી મૂકવામાં આવશે?

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીએ કરી રાજીનામાની માંગ
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ કેજરીવાલે ભજપ સરકાર પર નિશાન સાધ્યું છે.અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તેમના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને વિધાનસભાની ચૂંટણી ઝડપથી યોજાવી જોઈએ. તેમને કહ્યું કે આ ભ્રષ્ટાચારનો મામલો છે. ઘડિયાળ બનાવનારે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો ? પુલની જાળવણીનો કોઈ અનુભવ ન હતો, તેમ છંતા તેમને કામ મળ્યું, તેનો મતલબ છે કે તેમનો ભાજપના કોઇ ઉચ્ચ નેતા સાથે સંબંધ છે.

    follow whatsapp

    ADVERTISEMENT