અશ્વિની ચૌબેએ કર્યો દાવો, કહ્યું- બિહારમાં PM મોદીની હત્યાનું ષડયંત્ર રચાયું હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલાઃ કેવડિયા એકતાનગરમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી અશ્વિની ચૌબે દ્વારા ચોંકવનારો દાવો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે બિહારમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા PM મોદીની હત્યા કરી નાખવાનું ષડયંત્ર ઘડ્યું હતું. જોકે આની સાથે તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નીતીશ-લાલુની જોડી વિશે પણ આકરી ટિપ્પણી કરી હતી. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ..

નીતીશ-લાલુ સામે અશ્વિની ચૌબેના આકરા પ્રહારો
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ પર્યાવરણ અંગે આયોજિત કોન્ફરન્સમાં નીતીશ કુમાર અને લાલુપ્રસાદની જોડી પર આકરી ટિપ્પણી કરી હતી. ગુજરાત તક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે બિહાર આ જોડીના કારણે અધોગતિ તરફ પ્રયાણ કરી રહ્યું છે. લાલૂ-નીતીશની જોડી એ જોડી નથી, કોડી સમાન છે. કારણ કે જોડી વિકાસ કરે છે પરંતુ કોડી વિનાશ સુધી દોરી જાય છે. રામ મિલાયે જોડી કોઈ અંધા કોઈ કોઢી.

લાલુ અને નીતીશની સોનિયા ગાંધી સાથે મુલાકાત પર કહ્યું-
અશ્વિની ચૌબેએ આ મુદ્દે કહ્યું કે તેઓ મળવા જઈ રહ્યા છે અને મળતા રહે, એમાં કોઈ એમને થોડી રોકી શકે. મળ્યા પછી ભલે સોળ શ્રૃંગાર કરી લે તેઓ અથવા જાતિવાદ અને ભ્રષ્ટાચારના આડમાં બેઠા છે. આ અંગે નીતીશ કુમાર અને લાલુજી બધુ જાણે જ છે. જોકે આ દરમિયાન અશ્વિની ચૌબેએ જૂની યાદો ઉજાગર કરતા કહ્યું કે જેપી આંદોલનમાં અમે સાથે હતા. પરંતુ આજે જેપીની આત્મા રડતી હશે.

નીતીશ/લાલુજીએ સંકલ્પ તોડ્યા- ચૌબે
અશ્વિની ચૌબેએ જેપીની આત્મા દુખી હશે એ વાત ઉચ્ચારીને કહ્યું કે અમે જયપ્રકાશના ઘરે જ સંકલ્પ લીધો હતો. જાતિવાદ નાબૂદ કરવાની સાથે અમે નવા સમાજની રચાનો સંકલ્પ જેપીના ઘરે લીધો હતો. એટલું જ નહીં નવો સમાજ બનાવવા માટે ભ્રષ્ટાચાર નાબૂદ કરી નવુ બિહાર બનાવવાનું અમે બધાએ સપનું જોયું હતું. જોકે લાલુ-નીતીશે આ સપનું તોડી નાખ્યું છે.

PM મોદીની હત્યાનું કાવતરું ઘડાયું
બિહારમાં PFI દ્વારા વડાપ્રધાન મોદીની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. આમાં પીએફઆઈના સ્લીપર સેલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાની સામે આવી હતી. તેવામાં ચૌબેએ આ ષડયંત્રમાં લાલુ યાદવ અને નીતીશકુમાર પણ સામેલ હોવાનો દાવો કર્યો હતો. આની સાથે ઉગ્રવાદી સંસ્થાઓ રાજ્ય સહિત દેશને નષ્ટ કરવા માટે કાર્યરત હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. અશ્વિની ચૌબેએ કહ્યું કે ભલે આપણી રાજનીતિ અલગ હોય પરંતુ રાષ્ટ્રના હિતમાં હોવી જોઈએ. રાજનીતિ ક્યારેય વિધ્વંસ કરવા માટે ન હોવી જોઈએ. ભ્રષ્ટચારી નેતાઓની સ્થિતિ પણ ભષ્માસુર જેવી થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT