અમદાવાદમાં ચાની કીટલીઓ પર પેપર કપ બાદ હવે પ્લાસ્ટિકની થેલી પર લાગશે પ્રતિબંધ
અમદાવાદ: અમદાવાદમાં AMC દ્વારા શહેરમાં આવેલી ચાની કીટલીઓ અને લારીઓ પર પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે AMC તેનાથી એક ડગલું આગળ વધતા…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદમાં AMC દ્વારા શહેરમાં આવેલી ચાની કીટલીઓ અને લારીઓ પર પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે AMC તેનાથી એક ડગલું આગળ વધતા કીટલીઓ પર પાર્સલમાં આપવામાં આવતી માઈક્રોનની પ્લાસ્ટિકની થેલી પણ બંધ કરાવશે. ચાની કીટલી પર પાર્સલમાં 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલીમાં ચા આપી શકાશે નહીં.
60 માઈક્રોનથી પાતળી થેલીમાં નહીં આપી શકાય ચા
શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં ઘણી જગ્યાઓ પર પ્લાસ્ટિકની થેલીમાં ચા ભરીને આપવામાં આવતી હોય છે. આ પ્લાસ્ટિકની થેલી સાથે પણ પેપર કપ આપવામાં આવતા. જેને લોકો રોડ પર ફેંકી અને ગંદકી કરતા હોય છે. એવામાં મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કીટલીઓ પર પાર્સલ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ કરાવાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મહિસાગરઃ હોન્ડા શો-રૂમમાં આગ, લોકો ફાયર વિભાગ પર થયા ગુસ્સે, જુઓ Video વાહનો બળીને ખાખ
અગાઉ પેપર કપ પર પ્રતિબંધથી થયો હતો વિવાદ
ખાસ વાત છે તે, અગાઉ શહેરમાં ચાની કીટલીઓ પર પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેની સામે પેપર કમ ઉત્પાદકોએ મેયરને મળીને બળાપો ઠાલવ્યો હતો. જોકે તે દરમિયાન મ્યુનિ. તંત્ર અને સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અમને પૂછીને આ નિર્ણય નથી લેવામાં આવ્યો. જે બાદ પેપર કપ મળી આવે તો સીલ કરવાના આદેશનો ફિયાસ્કો થયો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT