ઝળહળતી સફળતા: CATની પરીક્ષામાં અમદાવાદના AC મિકેનિકના દીકરાએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા
અમદાવાદ: દેશભરની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા IIMમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ (CAT)નું બુધવારે પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતના એક યુવકે બાજી મારતા 100માંથી 100…
ADVERTISEMENT
અમદાવાદ: દેશભરની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા IIMમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ (CAT)નું બુધવારે પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતના એક યુવકે બાજી મારતા 100માંથી 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. રઝીન મનસુરીના પિતા એ.સી રીપેરિંગનું કામ કરે છે. ખાસ વાત તો એ છે કે રઝીને 2021માં પણ CATની પરીક્ષા આપી હતી, જેમાં તેને 96.2 પર્સેન્ટાઈલ મળવા છતા તે પરિણામથી ખુશ નહોતો, આથી તેણે 2022માં ફરીથી પરીક્ષા આપી અને 100 પર્સેન્ટાઈલ મેળવ્યા.
IIM અમદાવાદ કે IIM બેંગ્લોરમાં એડમિશન લેવાનું સપનું
અમદાવાદના જુહાપુરામાં રહેતા રઝીન ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમણે હાઈ સ્કૂલથી મોટાભાગનો અભ્યાસ સ્કોલરશીપ પર જ કર્યો છે. રઝીને અમદાવાદ યુનિવર્સિટીમાંથી IT એન્જિનિયરિંગ કર્યું છે અને હવે CAT પાસ કર્યા બાદ તેમનો ધ્યેય અમદાવાદ IIM અથવા બેંગ્લોર IIMમાં એડમિશન લઈને પોતાનું સપનું પૂરું કરવાનો છે.
2.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
નોંધનીય છે કે, આ વખતે CATની પરીક્ષામાં દેશના 8 રાજ્યોના 11 જેટલા વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાંથી ગુજરાતના એકમાત્ર રઝીન મનસુરી છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણાના બે-બે વિદ્યાર્થીઓ ઉપરાંત હરિયાણા, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પણ 1-1 વિદ્યાર્થીઓ છે. આ વખતે 27 નવેમ્બરના રોજ કેટની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં 2.22 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT