Ahmedabad માં મોટી દુર્ઘટનાઃ બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત, ત્રણની હાલત ગંભીર
Ahmedabad News: અમદાવાદના મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક શ્રમિકનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. તો ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ
ભેખડ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા
સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત
Ahmedabad News: અમદાવાદના મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક શ્રમિકનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. તો ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ત્રણેય શ્રમિકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડી
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામ ચાલી રહ્યું હતું. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન સવારે 11.30 વાગ્યાની આસપાસ ભેખડ ધસી પડી હતી. કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતાં ચાર શ્રમિકો દટાયા હતા.
ADVERTISEMENT
ચાર શ્રમિકોને ખસેડાયા હોસ્પિટલ
જે બાદ આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તુરંત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા ચારેય શ્રમિકોને બહાર કાઢીને એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું છે. તો ત્રણ શ્રમિકોની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT