અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરને આવ્યો હાર્ટ એટેક, CISFના જવાનોએ આ રીતે મોતના મુખમાંથી ઉગારી લીધા
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર ન્યૂયરની આ સીઝનમાં ભારે ભીડભાડ જોવા મળી રહી છે. આ વચ્ચે એરપોર્ટથી મુંબઈ જતા મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. છાતીમાં દુઃખાવો…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર ન્યૂયરની આ સીઝનમાં ભારે ભીડભાડ જોવા મળી રહી છે. આ વચ્ચે એરપોર્ટથી મુંબઈ જતા મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. છાતીમાં દુઃખાવો અને ગભરામણથી પેસેન્જર એરપોર્ટના પરિસરમાં ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જોકે ત્યાં સુરક્ષામાં હાજર CISFના જવાને સમય સુચકતા વાપરી હતી અને CRP આપીને પેસેન્જનો જીવ બચાવ્યો હતો. પેસેન્જરને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો, જે બાદ તેમણે CISFના જવાનનો આભાર માન્યો હતો.
જવાનોએ પેસેન્જરને CPR આપીને જીવ બચાવ્યો
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મુંબઈ જતા આધેડ ઉંમરના એક પેસેન્જર એરપોર્ટની લોબી પર જ ઢળેલા પડ્યા છે. જ્યારે એક જવાન તેમને CPR આપી રહ્યા છે અને અન્ય જવાન તેમના હાથને ઘસી રહ્યા છે. થોડા સમય CPR આપ્યા બાદ પેસેન્જર ભાનમાં આવે છે અને બોલે પણ છે. ત્યારે CISFના આ જવાનોની સરાહનીય કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
અમદાવાદથી મુંબઈ જતા પેસેન્જરને એરપોર્ટ પર જ હાર્ટ એટેક આવ્યો, CISFના જવાનોએ CPR આપીને જીવ બચાવ્યો#Ahmedabad #Airport #AhmedabadNews pic.twitter.com/yGhZdSCqBi
— Gujarat Tak (@GujaratTak) December 21, 2022
ADVERTISEMENT
ફાસ્ટ ફૂડના ક્રેઝના કારણે યુવાનોમાં હાર્ટ એકેટના કિસ્સાઓ વધ્યા
નોંધનીય છે કે, આજકાલમાં લોકોમાં વધી રહેલા ફાસ્ટ ફૂડના ક્રેઝને કારણે નાની ઉંમરમાં લોકોના હાર્ટ એેટેક આવવાના બનાવો વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ દર વર્ષે અંદાજે 2 કરોડ જેટલા લોકોના મોત હાર્ટ એટેકથી થાય છે. એવામાં દર્દીને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે CPR ટેકનિકથી તેનો જીવ બચાવી શકાય છે.
ADVERTISEMENT