અમદાવાદની એરહોસ્ટેસ પર વિદેશમાં દહેજ ભૂખ્યા સાસરીયાનું ટોર્ચર! જીવ બચાવવા દોહા પોલીસ પાસે માગી મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં દહેજ ભૂખ્યા સાસરીયાઓની પરિણીતા પર અત્યાચારની ઘટનાઓ દિવસેને દિવસે સતત વધી રહી છે. શહેરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો ફરી બન્યો છે. અમદાવાદની એરહોસ્ટેસ સાથે સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો છે. સગાઈ વખતે કશુ ન જોઈતું હોવાનું કહીને યુવતીએ દહેજની માગણી કરનારા પતિ અને સાસુની પજવણીથી કંટાળીને આખરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

માઉન્ટ આબુમાં રહેતા યુવક સાથે યુવતીના લગ્ન થયા હતા
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદની એરહોસ્ટેસ યુવતીના માઉન્ટ આબુ ખાતે રહેતા ડેમિયન નામના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. જોકે સગાઈ પહેલા જ યુવક અને તેના પરિવાર દ્વારા યુવતી પર જાત-ભાતના વિચિત્ર નિયમો મૂકવામાં આવ્યા. યુવતી નોકરી પર જાય તો કોને મળી, ક્યાં ગઈ, આજે શું કરવાની છે, તમામ માહિતી રોજ આપવાની ફરજ પાડતા હતા. જેથી યુવતીના પરિવારે સગાઈ મોકુફ રાખી. જોકે ડેમિયને આ બાદ પણ યુવતી સાથે સંપર્ક રાખો અને તેને ભોળવીને કોર્ટ મેરેજ કરવાની વાત કરી હતી. આમ બંને વચ્ચે મુલાકાત થતી હતી આ દરમિયાન યુવતી પ્રેગ્નેટ થઈ હતી. જોકે તે નોકરી કરતી હોઈ બાળક રાખવા નહોતી માગતી, પરંતુ યુવકે ધમકી આપી કે જો તે બાળક નહીં રાખે તો તેની સાથે લગ્ન નહીં કરે.

લગ્ન બાદ શરૂ કરી દહેજની માગણી
આમ ફોર્સ કરીને ગર્ભ રખાવ્યો. બાદમાં યુવકે જ બંને પરિવારજનોને આ અંગે જાણ કરી અને તેમના કોર્ટ મેરેજ થયા. જોકે લગ્ન બાદ ડેમિયન એકદમ બદલાઈ ગયો અને આબુ જતા જ પહેસા સગાએ દહેજ વિશે સંભળાવ્યું કે અમારી આ વહુ તો 10 તોલા સોનું લાવી હતી. બાદમાં ડેમિયન પણ તેને શગુનમાં કંઈ ન મળ્યું હોવાની વાત કરી અને હનીમૂન પર ગયા ત્યાંથી સસરાને ફોન કરીને તેમની પાસે માફી મગાવી. જોકે આ બાદ પણ યુવતી પર તેમણે તમામ પ્રકારના પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું અને પોતે યુ-ટ્યુબ ચેનલ ચલાવતી હતી તે પણ તેમને પસંદ નહોતું.આથી યુવતીના પરિવારે સોનાની ચેઈન, પેન્ડલ અને પૈસાનું કવર આપતા પતિનો ગુસ્સો શાંત થયો હતો.

ADVERTISEMENT

દોહામાં જીવ બચાવવા પ્રેગ્નેટ હાલતમાં ઘરેથી ભાગીને પોલીસ પાસે પહોંચી યુવતી
જોકે બાદમાં પણ કોઈને કોઈ વાતે સાસુ અને પતિ યુવતીને સતત માનસિક ત્રાસ આપતા હતા. આ બાદ ડેમિયન કતાર જતો રહ્યો અને થોડા સમય બાદ યુવતી પણ કતાર જવા નીકળી. દિલ્હી એરપોર્ટ પહોંચતા જ ડેમિયને પત્નીને ફોન કરીને ત્યાં ન આવવા માટે કહ્યું, જોકે તે ફ્લાઈટમાં બેસી ગઈ હોવાથી પાછી જઈ શકે તેમ નહોતી. જેમ તેમ કરીને યુવતી ત્યાં પહોંચી પરંતુ પતિએ એરપોર્ટ પર આવી તેની સાથે ઝઘડો કર્યો. બાદમાં તેને ઘરે લઈ જઈને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા, ચાનો કપ ફેંકી દીધો, સામાન ફેંકીને અમદાવાદ જતા રહેવા દબાણ કર્યું, ફોન તોડી નાખ્યો. પ્રેગ્નેટ હાલતમાં સાસરીયાના ત્રાસ સહન ન થયા યુવતી દોહામાં ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી મદદ માગી. બાદમાં પોલીસે પરિવાર પાસે માફી પત્ર મગાવ્યો, અને સાથે ઘરે લઈ ગયા. તો ઘરે જતા જ પતિએ ફરી ધમકી આપવાનું શરૂ કરી દીધું કે તારા પિતાનો અકસ્માત થઈ જશે.

અમદાવાદ આવતા જ પતિએ ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કર્યું
જેમ તેમ કરીને યુવતીના પિતા પાસેથી ટિકિટ બુક કરાવી અને અમદાવાદ પાછી આવી. અહીં આવતા જ ફરીથી પતિએ વીડિયો કોલ કરીને વાત કરવા માટે ફરજ પાડતો. સાથે જ ધમકી પણ આપી કે દોહાવાળી વાત મારા પપ્પાને કરી તો તારા પિતાનો અકસ્માત કરાવી દઈશ, તારા ભાઈનું ફ્યુચર બગાડી દઈશ. જેથી આખરે ગભરાયેલી યુવતીએ પતિ અને સાસુ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT