BJP પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ પહેલા પાટીલ-CM વચ્ચે અગત્યની બેઠક, સાંજે જાહેર થશે ઉમેદવારોની યાદી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મૂરતિયાઓના નામ નક્કી કરવા માટે ભાજપમાં આજે સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ઉમેદવારોના નામ પર બે દિવસ માટે ભાજપનું મંથન કરાશે. આ પહેલા આજે દિલ્હીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેની તસવીરો હાલમાં સામે આવી રહી છે. ત્યારે સૂત્રો મુજબ આજે સાંજે જ ભાજપ પહેલા તબક્કાના મતદાન માટે 89 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

આજે સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે
ગુજરાતની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે આજથી બે દિવસ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે. જેમાં બે દિવસ માટે ઉમેદવારોના નામ પર ભાજપ મંથન કરશે. સાંજે 6.30 વાગ્યે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર મળનારી આ બેઠકમાં તમામ ઉમેદવારોના નામ પર પણ ચર્ચા થશે. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ હાજર રહેશે અને 182 નામો પર ચર્ચા કરાશે અને તમામ નામો પર આખરી મહોર મારવામાં આવશે.

ભાજપમાંથી આખરી 182 નામો પર મહોર મારવામાં આવશે
નોંધનીય છે કે, ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ઓક્ટોબર મહિનામાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષકો જિલ્લાવાઈઝ ફરીને દાવેદારી નોંધાવવા ઈચ્છુકોના બાયોડેટા લઈને સેન્સ હાથ ધરી હતી. ગુજરાતની 182 બેઠકો પર ચૂંટણી લડવા માટે ભાજપમાંથી 4000થી પણ વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેના પર ચર્ચાઓ બાદ કેટલાક નામો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપની આ યાદીમાં કોઈ જૂના ધારાસભ્યો કે પછી સિનિયર નેતાઓની ટિકિટ કપાય છે કે કેમ.

ADVERTISEMENT

આ બેઠકો પર ભાજપ ઉમેદવારો જાહેર કરશે

  • અબડાસા
  • માંડવી
  • ભુજ
  • અંજાર
  • ગાંધીધામ (એસસી)
  • રાપર
  • દસાડા(એસસી)
  • લીંબડી
  • વઢવાણ
  • ચોટીલા
  • ધ્રાંગધ્રા
  • મોરબી
  • ટંકારા
  • વાંકાનેર
  • રાજકોટ પૂર્વ
  • રાજકોટ પશ્ચિમ
  • રાજકોટ દક્ષિણ
  • રાજકોટ ગ્રામ્ય (એસસી)
  • જસદણ
  • ગોંડલ
  • જેતપુર
  • ધોરાજી
  • કાલાવાડ(એસસી)
  • જામનગર ગ્રામ્ય
  • જામનગર ઉત્તર
  • જામનદર દક્ષિણ
  • જામજોધપુર
  • ખંભાળીયા
  • પોરબંદર
  • દ્વારકા
  • કુતીયાણા
  • માણાવદર
  • કેશોદ
  • માંગરોળ
  • સોમનાથ
  • તળાજા
  • કોડીનાર (એસસી)
  • ઉના
  • ધારી
  • અમરેલી
  • લાઠી
  • સાવરકુંડલા
  • રાજુલા
  • મહુવા
  • તળાજા
  • ગારીયાધાર
  • પાલીતાણા
  • ભાવનગર ગ્રામ્ય
  • ભાવનગર પૂર્વ
  • ભાવનગર પશ્ચિમ
  • ગઢડા(એસસી)
  • બોટાદ
  • નાંદોદ (એસટી)
  • ડેડીયાપાડા (એસટી)
  • જંબુસર
  • વાગરા
  • ઝગડીયા (એસટી)
  • ભરૂચ
  • અંકલેશ્વર
  • ઓલપાડ
  • માંગરોળ (એસટી)
  • માંડવી (એસટી)
  • કામરેજ
  • સુરત પૂર્વ
  • સુરત ઉત્તર
  • વરાછા રોડ
  • કરજણ
  • ઉધના
  • મજુરા
  • કતારગામ
  • સુરત પશ્ચિમ
  • ચોર્યાસી
  • બારડોલી (એસસી)
  • મહુવા (એસટી)
  • વ્યારા (એસટી)
  • નિઝર (એસટી)
  • ડાંગ (એસટી)
  • જલાલપોર
  • નવસારી
  • ગણદેવી (એસટી)
  • ધરમપુર (એસટી)
  • વાંસદા (એસટી)
  • વલસાડ
  • પારડી
  • કપરાડા (એસટી)
  • ઉમરગામ (એસટી)

આ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે
નોંધનીય છે કે, આ 89 ઉમેદવારોની યાદીમાં કેટલાક સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જે મુજબ, ભુજમાં નિમાબેન આચાર્ય, અંજારમાં વાસણભાઈ, રાજકોટ પશ્ચિમમાં વિજય રૂપાણી, બોટાદમાં સૌરભ પટેલ તથા વરાછા રોડ બેઠક પર કુમાર કાનાણીની ટિકિટ કાપવામાં આવી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT