ચૂંટણી પૂર્ણ થતાં બદલીનો દોર યથાવત, બે IAS અધિકારીની બદલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે આ સાથે જ હવે રાજ્યમાં બદલીનો દોર શરૂ થઈ ચૂક્યો છે.  ચૂંટણી પ્રક્રિયા પહેલા બદલી અને બઢતીની મોસમ શરૂ થઈ હતી જે બાદ આચાંર સંહિતા લાગી જતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બદલી કે બઢતી જોવા મળી ન હતી. પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી વાર બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે એક સાથે બે IASની બદલીકરવામાં આવી છે.

બે આઇએએસની બદલીના આદેશ કરાયા છે. જેમાં IAS મોના ખંધારને  સરકારના નાણા વિભાગ (આર્થિક બાબતો), સચિવાલય, ગાંધીનગરના અગ્ર સચિવ તરીકે મિલિંદ તોરાવણેની જગ્યાએ મુકવામાં આવ્યા છે. શ્રીમતી મોના ખંધાર ગુજરાતમાં યોજાનારી G-20 સમિટ બેઠકો માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા અલગથી બનાવવામાં આવી રહેલા માળખા/વ્યવસ્થાના વડા તરીકે પણ કાર્ય કરશે. આ સાથે મિલિન્દ તોરાવણે, IAS ની ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT