ચૂંટણી હાર્યા પછી ઈસુદાન ગઢવીની કાર્યકર્તા સાથે ચર્ચા,રાજકારણમાં સત્તા મુદ્દે કહ્યું….
ખંભાળિયાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતનો ધ્વજ લહેરાવી દીધો છે. ત્યારે આ ત્રિપાંખિયા જંગમાં સૌથી વધુ ચર્ચિત રહેલી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારુ રહ્યું નહોતું.…
ADVERTISEMENT
ખંભાળિયાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતનો ધ્વજ લહેરાવી દીધો છે. ત્યારે આ ત્રિપાંખિયા જંગમાં સૌથી વધુ ચર્ચિત રહેલી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારુ રહ્યું નહોતું. આ દરમિયાન AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ચૂંટણી હાર્યા પછી ઈસુદાને કાર્યકર્તાઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. ચલો એના પર નજર કરીએ…
ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાની મુલાકાત લીધી…
ઈસુદાને ટ્વીટ કરી કહ્યું કે ખંભાળિયાની જનતાએ મને 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મુક્યો છે. આના કારણે હું લોકો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે આવ્યો છું. આ દરમિયાન તેમણે ભાણવડ અને સલાયામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે મુલાકાત લીધી હતી.
ખભાળિયાની જનતાએ 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મુક્યો જેને પગલે લોકોનું અને કાર્યકર્તાઓનું આભાર માનવા ભાણવડ અને સલાયામાં મુલાકાત લીધી !ભલે ચૂંટણી હાર્યો પણ લોકોના કામ કરતો રહીશ! સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો !સત્તા તો પહેલા પણ હતી જ એને છોડીને આવ્યો છું ! pic.twitter.com/CNW638e1SK
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 11, 2022
ADVERTISEMENT
સત્તા માટે નથી આવ્યો- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે હું સત્તા માટે રાજનીતિમાં આવ્યો નથી. ભલે અત્યારે ચૂંટણી હારી ગયો છું પરંતુ જનતાનું કામ કરતો રહીશ. મારી પાસે અગાઉ પણ સત્તા તો હતી જ એને છોડીને અહીં કામ કરવા આવ્યો છું.
ADVERTISEMENT