કચ્છને ધમરોળવાને Biparjoy Cycloneએ કશું બાકી નથી રાખ્યુંઃ જોઈ લો આ Videos
કચ્છઃ કચ્છના લોકો માટે હાલમાં બિપોરજોય એક અલગ જ તકલીફો લઈને આવ્યું છે. આમ તો ગુજરાતમાં ઠેરઠેર બિપોરજોયની અસરો જોવા મળી છે. જોકે હાલ આપણે…
ADVERTISEMENT
કચ્છઃ કચ્છના લોકો માટે હાલમાં બિપોરજોય એક અલગ જ તકલીફો લઈને આવ્યું છે. આમ તો ગુજરાતમાં ઠેરઠેર બિપોરજોયની અસરો જોવા મળી છે. જોકે હાલ આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઠેરઠેર તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે.
કચ્છમાં ગઢસિસા માંડવી હાઈવે બંધ થઈ ગયો છે. જેને લઈને શેરડી પાસે આપવામાં આવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા છે. કોઝવે ઉપર પણ પુલ બનાવવાનું કામ ચાલુ છે ત્યારે ભારે વરસાદને કારણે નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. નલિયા ભુજ હાઈવે પર અબડાસા ભવાની પર પાસે પાપડી ધોવાઈ જતા માર્ગ બંધ થઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં દીવાલો પડવા, ઝાડ પડવા, વીજ પોલ પડવાની ઘટનાઓ જોવા મળી છે. એક જગ્યાએ તો દીવાલનો ભાગ કાર પર પડતા જાણે કારના રામ રમી ગયા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
ભારે પવન અને વરસાદે ખેડૂતોના શું હાલ કર્યા છે તેને તો શબ્દોમાં વર્ણવવા જ મુશ્કેલ લાગી રહ્યા છે. હાલમાં જ નખત્રાણાના વેસલપુર ગામમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અહીં એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેળાનો બગીચો સંપૂર્ણ પણે તબાહ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ વેસલપર વિસ્તારમાં વાતાવરણ ભારે તોફાની બની ગયું હતું અને તે તોફાનમાં તબાહીનો મંજર જોવા મળ્યો હતો.
કચ્છમાં કેટલાક વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં આ વીડિયો જુઓ તેમાં આસપાસ બસ પાણી જ પાણી અને એક મકાનમાં લોકો જોવા મળી રહ્યા છે. કાચાપાકા આ મકાનમાં જીંદગીઓએ કેવો સમય વિતાવ્યો હશે તે વિચાર જ ધ્રુજાવી મુકનારા છે.
ADVERTISEMENT
રોડ રસ્તા પર ક્રેન કે જે અન્ય રીતે મદદ માટે કામ આવતી હોય છે તે ક્રેન જ પવનમાં રોડની એક તરફ ફેંકાઈ ગયેલી જોવા મળી રહી છે. તેને જેસીબીની મદદથી બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT