રાજ્યની 76 નગરપાલિકા પર હવે વહીવટદાર શાસન, જાણો કેમ લેવાયો આ નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં 10 ફેબ્રુઆરીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. જેને લઈ હજુ કોઈ રિપોર્ટ ન સોંપવામાં આવતા હાલમાં રાજ્યની 76 નગરપાલિકામાં વહીવટદારને શાસન સોંપાયો છે. ઓબીસી તપાસ પંચનો રિપોર્ટ ન આવતા આ નિર્ણય લેવાયો છે. જોકે આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે 90 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. પરંતુ તેમની મુદતમાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતો ના એનગર પાલિકાઓનું શાસન વહીવટદારને સોંપવામાં આવી રહ્યું છે. જોકે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ કે.એસ. ઝવેરી નિવૃત મુખ્ય ન્યાયધીશના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવી હતી. આયોગે હજુ અહેવાલ ભલામણ સરકારને સોંપી નથી. જ્યાં સુધી સરકારને સોંપવામાં ના આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેમ ના હોય આવી નગરપાલિકાઓ માટે વહીવટદારની નિમણુંક કરવામાં આવી છે.

રાજ્યની 76 નગર પલીકા પર વહીવટદારનું શાસન
રાજ્યની આ 76 નગરપાલિકાઓ પૈકી 68 નગરપાલિકાની મુદત ફેબ્રુઆરી-2023સુધીમાં પૂર્ણ થઈ ગયો છે અને 6 નગરપાલિકાઓની મુદત 2-3-2023 ના રોજ પૂર્ણ થયેલ છે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકા અનુક્રમે 30-6-22 અને 6-8-2023ના વિભાગના જાહેરનામાંથી વિસર્જન કરાયું હતું. આ બંને નગરપાલિકાનાને વિસર્જિત થાયે છ માસનો સમયગાળો પૂર્ણ થયો છે.

ADVERTISEMENT

9 મહિનાથી રિપોર્ટ સબમિટ નથી થયો
જુલાઈમાં સુપ્રિમ કોર્ટના આદેશનું અમલ કરી સમર્પિત આયોગની રચના જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જ્યારે આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે આયોગ દ્વારા 90 દિવસની અંદર તમામ બાબતોનો અભ્યાસ કરી તમામ લોકોના અભિપ્રાય સાથે સાંકળી સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તાત્કાલિક એ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જોગવાઇ કરવામાં આવશે. આજે 90 દિવસને બદલે લગભગ 9 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. એની મુદત પૂરી થઈ હોવા છતાં ખૂબ લાંબો સમય થવા હોવા છતાં રિપોર્ટ સબમિટ થયા નથી.

વલસાડની રેતી મુંબઈમાં વેચતી દબંગ મહિલાએ લોકોને સી આર પાટીલના નામે ડરાવ્યા, છતાં…

ADVERTISEMENT

રાજ્યમાં આટલી ચૂંટણી ડ્યુ
થોડા સામે પહેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા આ મામલે સરકારને ઘેરતા કહ્યું હતું કે, જ્યારે હવે ફરીથી આયોગની મુદત વધારી છે તેનાથી ચિંતા છે કે આવનારા દિવસોમાં લગભગ ગુજરાતમાં 7100 કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. ગુજરાતમાં 2 જિલ્લા પંચાયતો એટલે કે બનાસકાંઠા અને ખેડાની ચુંટણીઓ ડ્યુ છે. એ ચુંટણીઓ પણ સમયસર નહિ યોજાય એટલે વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 17 તાલુકા પંચાયતોની ચૂંટણી ડ્યુ છે. ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 72 નગરપાલિકાઓમાં ચુંટણી ડ્યુ છે. અને 3 નગરપાલિકા વિસર્જિત કરવામાં આવી છે એટલે કે લગભગ 75 નગરપાલિકામાં ચુંટણી ડ્યુ થતાં ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર એક બાજુ લોકોના હાથમાં વહીવટ આપવાની વાત કરે અને બીજી બાજુ બંધારણીય લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચાલે તેની બદલે પોતાના ઇશારે પોતાના કહ્યા મુજબ ચાલવા વાળા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT