Aditya L1એ મોકલી પહેલી સંપૂર્ણ તસવીર,જુઓ સૂર્યના 11 અલગ-અલગ રંગો
Aditya L1 Mission: Aditya L1 મિશનની સફળતાના પ્રથમ પુરાવા મળી રહ્યા છે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) એ પ્રથમ વખત સૂર્યની સંપૂર્ણ ડિસ્ક તસવીરો કેપ્ચર…
ADVERTISEMENT
Aditya L1 Mission: Aditya L1 મિશનની સફળતાના પ્રથમ પુરાવા મળી રહ્યા છે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) એ પ્રથમ વખત સૂર્યની સંપૂર્ણ ડિસ્ક તસવીરો કેપ્ચર કરી છે. આ તમામ તસવીરો 200 થી 400 નેનોમીટર વેવલેન્થની છે. સૂર્યની 11 જુદા જુદા રંગોની તસવીર સામે આવી છે.
Aditya-L1 Mission:
— ISRO (@isro) December 8, 2023
The SUIT payload captures full-disk images of the Sun in near ultraviolet wavelengths
The images include the first-ever full-disk representations of the Sun in wavelengths ranging from 200 to 400 nm.
They provide pioneering insights into the intricate details… pic.twitter.com/YBAYJ3YkUy
ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી
Aditya L1ના SUIT પેલોડને 20 નવેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને ક્રોમોસ્ફિયર એટલે સૂર્યની બાહ્ય સપાટી અને વાતાવરણીય કોરોના વચ્ચેનું પાતળું પડ. ક્રોમોસ્ફિયર સૂર્યની સપાટીથી 2000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.
ADVERTISEMENT
સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઈમેજ આવી સામે
અગાઉ પણ સૂર્યની તસવીર સામે આવી હતી પરંતુ તે પહેલી લાઇટ સાઇન્સની તસવીર હતી. પરંતુ આ વખતે સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઈમેજ સામે આવી છે. એટલે કે, સૂર્યના તે ભાગનો ફોટો જે સંપૂર્ણપણે આપણને જોવા મળે છે. આ તસવીરમાં ફોલ્લીઓ, પ્લેગ્સ અને સૂર્યના શાંત ભાગો દૃશ્યમાન થઈ રહ્યા છે. આ ફોટોગ્રાફ્સની મદદથી વૈજ્ઞાનિકો સૂર્યનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકશે.
ADVERTISEMENT
આ SUITનું સંકલન કોણ-કોણ કરે છે ?
SUITનું સંકલન પુણેના ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA), મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE), સેન્ટર ફોર એક્સેલન્સ ઇન સ્પેસ સાયન્સ ઇન્ડિયા (CESSI), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી, તેજપુર યુનિવર્સિટી અને ISRO વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આદિત્ય મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
આદિત્ય સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. સૌર વાતાવરણને સમજવાનો પ્રયત્ન કરશે. સૌર પવનોના વિતરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેની શું અસર થાય છે તેનો અભ્યાસ કરશે.
ADVERTISEMENT