અદાણીનો આ શેર બન્યો રોકેટ, 5 દિવસથી દરરોજ તોફાની તેજી, આજે પણ 15% ઉછળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં આજે જોરદાર ઉછાળો આવ્યો છે. હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ  જાહેર થયેલા તેમના અહેવાલમાં અદાણી ગ્રુપ પર શેલ કંપનીઓ દ્વારા સ્ટોકની હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. આ પછી ગ્રુપના શેર તૂટી ગયા.

હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેર હવે ધીમે ધીમે રિકવરી કરતા જોવા મળી રહ્યા છે. શુક્રવારે ટ્રેડિંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ફરી એકવાર ઉછાળો આવ્યો હતો. આ શેર 13 ટકાથી વધુ ઉછળ્યો હતો અને બપોરે 1:30 વાગ્યાની આસપાસ રૂ. 1831.00 પર ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેર રૂ. 1607.25 પર બંધ થયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટોક ઝડપથી રિકવર થઈ રહ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ સતત ઘટાડા પછી હવે ફરી એકવાર આ શેરે જોર પકડ્યું છે. અમેરિકન ફર્મે હિસ્સો લીધો હતો.અદાણી એન્ટરપ્રાઇઝના શેરે રૂ. 1,017.10ના 52 સપ્તાહના નીચલા સ્તરેથી 75.49 ટકા રિકવર થયા છે. 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ, તે 52 અઠવાડિયાના નીચા સ્તરે પહોંચી ગયા હતું. અમેરિકન ફર્મ GQG પાર્ટનર્સ ઇન્ક દ્વારા અદાણી ગ્રૂપમાં રૂ. 15,446 કરોડના શેરો લેવામાં આવ્યા બાદ કંપનીના શેરમાં ઉછાળો આવ્યો છે.

ADVERTISEMENT

5 દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 41 ટકાનો ઉછાળો
GQG પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી સહિતની વિવિધ અદાણી કંપનીઓમાં 2.5 ટકા અને 4.1 ટકાની વચ્ચેનો હિસ્સો લીધો છે. છેલ્લા 5 દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 41 ટકાનો ઉછાળો આવ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝનો સ્ટોક છેલ્લે 5-દિવસ અને 20-દિવસની મૂવિંગ એવરેજથી ઉપર જોવા મળ્યો હતો, પરંતુ 50-દિવસ, 100 અને 200-દિવસની મૂવિંગ એવરેજ કરતાં નીચો ટ્રેડ થયો હતો.

હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ જાહેર કરેલ પોતાના અહેવાલમાં અદાણીએ જોરદાર ફટકો આપ્યો હતો. 24 જાન્યુઆરીએ પ્રકાશિત થયેલા અહેવાલે અદાણીના શેરમાં ભારે ઉથલપાથલ મચાવી હતી. આ કારણે ગ્રૂપ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો થયો છે.હાલમાં સેબી આ મામલે તપાસ કરી રહી છે. જોકે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના તમામ આરોપોને ફગાવી દીધા હતા. બાકીના શેરોમાં તેજી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Adaniનું કમબેક: 24 કલાકમાં 25 હજાર કરોડની સંપત્તિ વધી, જાણો કેમ આવી રહી છે અદાણીના શેરોમાં તેજી?

ADVERTISEMENT

અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી રહી છે
Tips2tradesના AR રામચંદ્રને જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝ દૈનિક ચાર્ટ પર તેજીમાં દેખાઈ રહી છે અને આજે રૂ. 1,722 ઉપર બંધ થતાં નજીકના ગાળામાં રૂ. 1,875ને લક્ષ્ય બનાવી શકે છે. અદાણી ગ્રુપના અન્ય ઘણા શેરોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રીન આજે ફરી પાંચ ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગી હતી. અદાણી પોર્ટ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT