અદાણી ગ્રુપની આ મોટી કંપની વેચાઇ ગઇ, વિદેશી ફર્મે અધિકારીક રીતે કરી જાહેરાત
અમદાવાદ : અમેરિકા ખાતે આવેલી વિદેશી ઇન્વેસ્ટર ફર્મ બેઇન કેપિટલના જણાવ્યા અનુસાર તેણે અદાણી જુથની ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો…
ADVERTISEMENT
અમદાવાદ : અમેરિકા ખાતે આવેલી વિદેશી ઇન્વેસ્ટર ફર્મ બેઇન કેપિટલના જણાવ્યા અનુસાર તેણે અદાણી જુથની ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલ હેઠળ બેઇન કેપિટલ ગૌતમ અદાણીની નોન બેકિંગ પાઇનાન્સ કંપની (NBFC) માં 90 ટકા હિસ્સો ખરીદશે અને અન્ય 10 ટકા હિસ્સો મેનેજમેન્ટ, MD અને CEO ગૌરવ ગુપ્તા પાસે રહેશે. આ મામલે અધિકારીક રીતે નિવેદન જાહેર કરવામાં આવશે. બેઇન કેપિટલ પોતાના ભાગનો હિસ્સો હસ્તગત કરી લીધા બાદ અદાણી જૂથની કંપની દ્વારા 120 મિલિયનનું રોકાણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હીંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી જુથમાં ખળભળાટ મચી ચુક્યો છે. તેમની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટના પગલે રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો છે. જો કે અદાણી ગ્રુપ દ્વારા રોકાણકારોનો વિશ્વાસ ફરી મેળવવા માટે અનેક પગલાઓ લેવાઇ ચુક્યા છે. જેના ભાગરૂપે અનેક પ્રકારનાં ફંડ મેળવવા માટેના આયોજનો પણ કરવામાં આવી રહ્યા હતા.
અદાણી ગ્રુપ દ્વારા રોકાણ મેળવવા માટે અત્યાર સુધીમાં ગ્રુપની ત્રણ લિસ્ટેડ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન દ્વારા વર્ષના અંત સુધીમાં ક્વોલિફાઇ ઇન્ટિટ્યુશન પ્લેસમેન્ટ (QIP) શરૂ કરીને 33 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT