Amreliના ખેડૂતને 1 રૂપિયાની નોટિસ મામલે અધિકારી નહીં કર્મચારી સામે કાર્યવાહી, 100 કિમી દૂર કરાઈ બદલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Amreli News: અમરેલી જિલ્લાના નાની કુંકાવાવના ખેડૂતને એક રૂપિયો ચૂકવવાની નોટિસ આપવા બદલ PGVCLમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની કુંકાવાવથી 100 કિમી દૂર એટલે કે રાજુલા ખાતે બદલી કરવામાં આવી છે. જોકે, વીજબિલ પર સહી કરનારા ડેપ્યુટી ઈજનેર સામે કોઈ પગલા લેવાયા નથી. ડેપ્યુટી ઈજનેરના બદલે બિલ આપનારા મહિલા કર્મચારીની બદલી કરવામાં આવી હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.

અમરેલીમાંથી સામે આવ્યો હતો બનાવ

આ સમગ્ર મામલા વિશે વિગતવાર વાત કરીએ તો થોડા દિવસ અગાઉ અમરેલી જિલ્લાના નાની કુંકાવાવથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અમરેલીના કુંકાવાવના એક ખેડૂતને PGVCL દ્વારા 1 રૂપિયાનું લેણું વસૂલવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.

ખેડૂતને અપાઈ હતી નોટિસ

અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ખાતે રહેતા હરેશભાઈ સોરઠીયા નામના ખેડૂતના ખેતરનું 7 વર્ષ અગાઉ પીજીવીસીએલએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જોકે, આ બનાવના 7 વર્ષ પછી વીજકંપનીએ એક નોટિસ મોકલીને બાકી લેણા તરીકે એક રૂપિયાની માંગ કરી હતી.

ADVERTISEMENT

1 રૂપિયો ભરવા વડીયા કોર્ટમાં પહોંચ્યા હતા ખેડૂત

અહીં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વીજ કંપનીએ 1 રૂપિયાની વસૂલી માટે મોકલેલી નોટિસની ઉપર 5 રૂપિયાની ટિકિટ ચોંટાડેલી હતી. જોકે, 1 રૂપિયાની વસુલી માટેની નોટિસ મળતા જ ખેડૂત હરેશભાઈ સોરઠીયા 1 રૂપિયો ભરવા વડીયા કોર્ટમાં પહોચ્યા હતા.

ADVERTISEMENT

કોર્ટમાં ન્યાયની કરી માંગ

આ મામલો મીડિયામાં ચમક્યા બાદ ખેડૂતનો એક રૂપિયો લોક અદાલતમાં પીજીવીસીએલ દ્વારા લેવામાં આવ્યો નહોતો. જે બાદ ખેડૂત દ્વારા ન્યાયધીશ પાસે ન્યાય માંગતા જજ સાહેબે અધિકારીઓનો ઉધડો લીધો હતો.

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT