જામનગરમાં દારૂ પીને આવેલા પોલીસકર્મીઓએ ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા મારામારી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. કોલેજમાં ડેન્ટલના વિદ્યાર્થીઓ મોડી રાત્રે બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા, આ દરમિયાન ખાનગી ડ્રેસમાં આવેલા પોલીસના બે-ત્રણ જવાનોએ આપત્તિજનક શબ્દો બોલીને વિદ્યાર્થીઓને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજની હોસ્ટેલના કેમ્પસમાં ઘુસીને મારા મારી કરનારા પોલીસના જવાનો દારૂના નશામાં હતા. આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

હોસ્ટેલમાં બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે ત્યાં જઈને વિદ્યાર્થીઓને અપશબ્દો કહીને તેમની સાથે મારા મારી કરી હોવાનો આક્ષેપ થયો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અહીં પણ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ગર્લ્સ હોસ્ટેલ સામે પણ ગાળાગાળી કર્યાની ફરિયાદ
ઘટના વિશે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ત્રણથી ચાર વિદ્યાર્થીઓને રૂમમાં સૂતા હતા ત્યાં ઘુસીને માર મારવામાં આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પણ ગાળાગાળી કરવામાં આવી. તેમાં એકથી બે લોકો ડ્રેસમાં પણ નહોતા અને દારૂના નશામાં ધૂત હતા. અમને દારૂની સ્મેલ પણ આવતી હતી. કોલેજના ડીન દ્વારા સમગ્ર મામલે વિદ્યાર્થીઓ પાસેથી લેખિતમાં ફરિયાદ મગાવવામાં આવી છે, આ બાદ તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે મળી આગળની કાર્યવાહી કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT