પરિવર્તન સંકલ્પ યાત્રામાં પેટલાદના કોંગ્રેસના ધારાસભ્યની ગેરહાજરી, ક્યાંક છૂપો રોષ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, નડિયાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગુજરાતની ચૂંટણી જાહેર થતાંજ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતની સત્તાનો તાજ મેળવવા રાજકીય પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા લઈ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આંકલાવના આસોદર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી છે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા છે. આ યાત્રામાં પેટલાદના ધારાસભ્ય ગેરહજાર રહેતા અટકળોનું બજાર ગરમ થયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. કોંગ્રેસના નેતાઓની સતત નારાજગી સામે આવી રહી છે ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નારાજ હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આજે  આંકલાવના આસોદર ખાતે પહોંચી છે જેમાં  જસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા,પૂનમ પરમાર ,કાંતિ સોઢા પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર હજાર રહ્યા છે. ત્યારે પેટલાદ બેઠક ઉપર વર્ષોથી ચૂંટાઈ આવતા  નિરંજન પટેલ હાજર ન રહેતા અનેક સવાલો ઊભા થયા છે.

પેટલાદથી લડશે ભરતસિંહ સોલંકી?
પેટલાદ વિધાનસભામા કોંગ્રેસ થી નિરંજન પટેલનો દબદબો જોવા મળ્યો છે. પરંતુ તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પેટલાદ વિધાનસભાથી ચૂંટણી લઢવાની વાત સામે આવતા ક્યાંક નિરંજન પટેલ નારાજ થયા હોય તેમ લાગી રહ્યુ છે. સભામાં ચર્ચાતી વાતો અનુસાર પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડશે. એટલે જ આ અસંતોષ ને લઈ ને નિરંજન પટેલ આ કાર્યક્રમથી દૂર રહી નારાજગી વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યુ છે.

ADVERTISEMENT

આણંદમાં કોંગ્રેસનો દબદબો 
મહત્વનુ છે કે, આણંદ જીલ્લાની 7 બેઠક પૈકી 5 બેઠક કોંગ્રેસ પાસે છે. જ્યારે 2 બેઠક પર જ ભાજપે ભગવો લહેરાવ્યો છે. ત્યારે પેટલાદ બેઠકને લઈને છૂપો રોષ સામે આવતા હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આણંદ જીલ્લામા કોંગ્રેસ 5 બેઠક જાળવી રાખે છે કે નહી તે જોવું રહ્યુ.

    follow whatsapp

    ADVERTISEMENT