અનામત આંદોલનનું એપિસેન્ટર એવી વરાછા બેઠક પર AAPનો માસ્ટર સ્ટ્રોક, જાણો આના ઈતિહાસ વિશે!
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હવે આમ આદમી પાર્ટી પોતાના મૂરતિયાઓ પણ સતત જાહેર કરી રહી છે. તેવામાં દક્ષિણ ગુજરાતના…
ADVERTISEMENT
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હવે આમ આદમી પાર્ટી પોતાના મૂરતિયાઓ પણ સતત જાહેર કરી રહી છે. તેવામાં દક્ષિણ ગુજરાતના મિનિ સૌરાષ્ટ્ર તરીકે પ્રખ્યાત એવું સુરતમાં કાપડ, હીરા ઉદ્યોગ અને રાજકારણ ત્રણેયમાં અગ્રેસર છે. શહેરની 12 વિધાનસભા બેઠક છે અને ત્રણેયમાં શાસન ભાજપનું જ છે. જોકે બધામાં સૌથી અગત્યની બેઠક ગણાતી હોય તો એ વરાછાની છે. કારણ કે આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામતો જોવા મળે છે. વળી હવે AAPએ આ બેઠક પરથી અલ્પેશ કથિરિયાને પસંદ કરી મોટો સ્ટ્રોક રમ્યો છે. જાણો આના વિશે વિગતવાર…
પાટીદાર ફેક્ટરનું પ્રભુત્વ…
વરાછાની બેઠક હોય અને પાટીદાર ફેક્ટરનો ઉલ્લેખ ન થાય એવું બને જ નહીં. અહીં પાટીદાર આંદોલનની સીધી અસર જોવા મળી હતી, વળી રિપોર્ટ્સ પ્રમાણે અનામત આંદોલનના એપિસેન્ટર તરીકે પણ આને ઓળખવામાં આવતી હતી. તેવામાં હવે 2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો સુરતના વરાછા બેઠક પર ભાજપે ઘણી મહેનત કરવી પડી હતી. એકબાજુ આંદોલનનો મુદ્દો તાજો હતો અને બીજી બાજુ જાણે સરકાર વિરોધી પવન પણ ફુંકાઈ રહ્યો હતો.
ઈતિહાસઃ
2007 દરમિયાન સુરત ઉત્તર અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી અલગ પાડીને વરાછા બેઠક જાહેર કરાઈ છે. બસ ત્યારપછીથી તો અહીંયા ચૂંટણીનો એવો જંગ ખેલાય છે કે તમામ પાર્ટીઓ આને જીતવા મથામણ કરે છે.
ADVERTISEMENT
રાજકીય ઈતિહાસ વિશે જાણો….
રાજકારણમાં ભાજપનો ગઢ એટલે ગુજરાત. તેવામાં હવે સુરતની વરાછા બેઠક એમાની એક છે. પરંતુ આને જીતવા માટે ભાજપે ઘણી મહેનત કરવી પડતી હોય છે. છતા ભાજપની પકડ એટલી મજબૂત છે કે અનામત આંદોલન સમયે સરકાર વિરોધી પવન ફુંકાતો હોવા છતાં અહીં BJPએ સતત જીત મેળવી લીધી હતી. જોકે બીજી બાજુ જોવા જઈએ તો 2012ની સરખામણીએ 2017માં પાટીદાર આંદોલનનું ફેક્ટર ગેમમાં હતું જેથી કોંગ્રેસે અહીં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વળી આ બેઠકને કિશોર કાનાણીનો ગઢ પણ કહેવાય છે.
કોંગ્રેસને પાટીદાર આંદોલન ફળ્યું…
જો આંકડાઓ પર વાત કરીએ તો કોંગ્રેસને પાટીદાર આંદોલનના કારણે 2012ની ચૂંટણી સરખામણીમાં 2017 દરમિયાન ઘણો ફાયદો થયો હતો. તેમના વોટ ટકાવારીમાં 6 ટકા સુધીનો નફો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે આ બેઠક પર અંદાજ પ્રમાણે કુલ 1,97,962 મતદારો છે, જેમાંથી પુરુષો 1,12,305 અને સ્ત્રીઓ 85851 છે. વળી 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1,25,191 મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વરાછા ફતેહ કરવા ભાજપને નડશે AAP?
ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર હવે કોંગ્રેસ જ નહીં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. તેવામાં હવે આજે પાર્ટીએ જે યાદી બહાર પાડી છે તેમાં અલ્પેશ કથિરિયાને આ બેઠક પરથી લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. પાટીદારોની આ બેઠક પર આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે.
ADVERTISEMENT
મહાનગરપાલિકાની ચૂંટણી વિશે વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન પછી અહીં રાજકીય સમીકરણો બદલાયા છે. પહેલીવાર મહાનગર પાલિકા ચૂંટણી દરમિયાન AAPના 27 જેટલા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. જેમાંથી 20 ઉમેદવારોની વાત કરીએ તો તેઓ વરાછા વિધાનસભા બેઠકના કોર્પોરેટર છે. એટલે કે હવે આ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની રસાકસી જોવા મળશે.
વરાછામાં ઉછળેલા વિવાદોના મોજા…
- પાટીદાર અનામત આંદોલનમાં અત્યારે પણ આ બેઠક જાણો ચર્ચાનું કેન્દ્ર હોય અથવા એપિસેન્ટર તેવી રીતે આવે છે. મીડિયા રિપોર્ટ્સ આધારે 2015 પછી જે તોફાનો ફાટી નીકળ્યા હતા એનું આ કેન્દ્ર પણ હતું. તથા અહીં પાટીદારોનો પણ દબદબો જોવા મળી રહ્યો છે.
- આ બેઠક પર વધુ એક વિવાદ થયો હતો. અહીં થી ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ કાપડિયાએ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદાર આંદોલન પર નિશાન સાધતા કહ્યું હતું કે આનાથી બીજુ કઈ મળ્યું હોય કે નહીં એની જાણ નથી. પરંતુ ફેનિલ જેવા હજારો ગુનેગારો જરૂર મળ્યા છે. જોકે નિવેદન વિવાદાસ્પદ રહ્યું હતું અને પાટીદાર સમાજના અનેક લોકોની લાગણી દુભાઈ હતી.
ADVERTISEMENT