ચૂંટણી પહેલા AAPમાં કકળાટ શરૂ, આયાતી ઉમેદવાર મુદ્દે થયો હોબાળો
દાંતાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તેવામાં અત્યારે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને સતત એક્ટિવ રહે છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં…
ADVERTISEMENT
દાંતાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તેવામાં અત્યારે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને સતત એક્ટિવ રહે છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવાર ઉભા રાખવાની માગ ઉઠી છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીમાં પણ આ મુદ્દો અત્યારે હોબાળો થઈ રહ્યો છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
આયાતી ઉમેદવારનો વિરોધ…
દાંતા બેઠક પરથી આયાતી ઉમેદવારનો જોરદાર વિરોધ કરાઈ રહ્યો છે. અત્યારે અહીં વિવિધ પ્રમુખો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ અને ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેમના દ્વારા સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માગ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દાંતાથી એમ.કે.બોમ્બાડિયાને ઉમેદવાર પસંદ કરાતા લોકો આનો વિરોધ કરી રહ્યા છે.
અમીરગઢ AAP પ્રમુખને રૂબરૂ મળી રજૂઆત કરાઈ
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ સાથે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના અમીરગઢ જીલ્લા પ્રમુખને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. આની સાથે ઉગ્ર કાર્યકરોએ એમ પણ કહ્યું કે જો આ ઉમેદવારને નહીં બદલો તો અમે તેને હરાવી દઈશું.
ADVERTISEMENT
With Input: શક્તિસિંહ રાજપૂત
ADVERTISEMENT