AAP એ રમ્યું OBC કાર્ડ, રાજુ સોલંકીને સોંપી મહત્વની જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી સહૃ થઈ ચૂકી છે. રાજકીય પક્ષો ગુજરાતની સત્તાનો તાજ મેળવવા દિવસ રાત એક કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા જ તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા પછી હવે ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જોઈ રહ્યું છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ ઓબીસી ચહેરાને મેદાને ઉતાર્યો છે. આમ આદમી પાર્ટીએ રાજુ સોલંકીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈ અનેક નવા સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ obc પત્તું ખોલ્યું છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં જોઇન્ટ થનાર કોળી સમાજના નેતા રાજુ સોલંકીને ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. રજૂ સોલંકીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

આજે આમ આદમી પાર્ટીને પડ્યો મોટો ફટકો
ગુજરાતમાં  રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ ટિકિટ ન મળતા ભાજપથી નારાજ કેસરીસિંહ AAPમાં જોડાયા હતા. જોકે 48 કલાકમાં જ તેમણે ફરી ગુલાંટ મારી છે અને ફરી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. આટલું જ નહીં તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ભાજપને સમર્થન કરતી પોસ્ટ પણ કરી છે.

ADVERTISEMENT

જાણો ચૂંટણી કાર્યક્રમ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT