AAPના નેતા ચેતન ગજેરાએ રિક્ષામાં જઈને ઉમેદવારી ફોર્મ ભર્યું, જણાવ્યું આનું કારણ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ દ્વારા મોટાભાગે ઉમેદવારોની યાદી પણ બહાર પડી ચૂકી છે. તેવામાં હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ સાથે દિગ્ગજો પહોંચી રહ્યા છે. આવામાં AAPના ચેતન ગજેરા અનોખી રીતે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જાણો વિગતવાર માહિતી…

રિક્ષામાં પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા
આમ આદમી પાર્ટીના યુવા નેતા ચેતન ગજેરા રિક્ષામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હું આમ આદમી (સામન્ય માણસ) છું. મારી પાસે ગાડી નથી કે ના મારી પાસે 4થી 5 હજાર રૂપિયા ગાડીનું ભાડુ આપવા માટે છે. મારા કાર્યકર્તાઓએ જણાવ્યું કે લગેજ લોરી ઓટોરિક્ષાની વ્યવસ્થા થઈ શકે એમ છે. શું તમે એમા જવા માગો છો. ત્યારે મેં કહ્યું ચલો આપણે આમ આદમી છીએ રિક્ષામાં જવુ સારુ જ કહેવાય.

ADVERTISEMENT

અગાઉ નામ જાહેર થતા ચેતન ગજેરાએ કરી હતી ઉજવણી
દોઢ મહિના અગાઉ જૂનાગઢમાં ચેતન ગજેરાના નામની જાહેરાત થતાં જ કાર્યકરો જૂનાગઢના શહીદ પાર્ક ખાતે એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ચેતન ગજેરાએ બીજેપીના યુવા પ્રમુખનો હોદ્દો છોડી આપ પાર્ટી જોઈન્ટ કરી હતી. ચેતન ગજેરા 35 વર્ષના યુવા ઉમેદવાર છે જેને જૂનાગઢમાં આપ પાર્ટીને સક્રિય બનાવવાનું કામ કર્યું છે જેનું પરિણામ છે કે તેને આપ પાર્ટી એ ટીકીટ આપી છે. તેમને રાજકારણમાં 14 વર્ષનો અનુભવ છે.

શું હતું 2017ની ચૂંટણીનું સમીકરણ?
જૂનાગઢ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જૂનાગઢમાં આહિર, ક્ષત્રિય, કોળી અને પાટીદાર એમ ચારેય જ્ઞાતિનું એકસમાન પ્રભુત્વ છે. ત્યારે આ વખતે AAP પણ ચૂંટણીના મેદાનમાં જંપ લાવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT