AAPની રણનીતિનો તોડ BJPને મળી ગયો, જાણો કેજરીવાલનો કયો દાવ ઊંધો પડી શકે છે…
નરેન્દ્ર પેપરવાલા/નર્મદાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની કમર કસી લીધી છે. તેવામાં AAP દ્વારા રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપથી અલગ સ્ટ્રેટેજી સાથે…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની કમર કસી લીધી છે. તેવામાં AAP દ્વારા રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપથી અલગ સ્ટ્રેટેજી સાથે કામ કરતા જોવા મળી રહી છે. ચૂંટણીની સત્તાવાર તારીખો અંગે હજુ જાહેરાત થઈ નથી તેવામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં હવે પાર્ટીનો આ દાવ ઉંધો પડી જાય એમ લાગી રહ્યું છે. તેવામાં ભાજપને આમ આદમી પાર્ટીની રણનીતિનો તોડ મળી ગયો હોય એમ લાગી રહ્યું છે.
પ્રફુલ વસાવાએ ટિકિટ મુદ્દે હોબાળા પર ચુપ્પી તોડી
આમ આદમી પાર્ટી તરફથી પ્રફુલ વસાવાને ટિકિટ મળતા નર્મદા જિલ્લાના સ્થાનિક કાર્યકર્તાઓમાં રોષ પ્રસરી જવા પામ્યો હતો. અત્યારે સ્થાનિક આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમણે અન્ય ઉમેદવારને ઉભો રાખવા માટે ટકોર કરી હતી. જોકે આ સમગ્ર મુદ્દે પ્રફુલ વસાવાએ જણાવ્યું કે અત્યારે જે આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ પ્રસરી રહ્યો છે એનું નિવારણ ટૂંક સમયમાં લાવી દેવાશે.
AAPનો દાવ ઉંધો પડ્યો! ભાજપને કેટલો ફાયદો
અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓમાં ટિકિટ ન મળતા અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેવી રીતે નર્મદા જિલ્લામાં સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડે એની માગ સાથે મોટાભાગના કાર્યકર્તાઓ વિરોધ કરવા લાગ્યા છે. તથા કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. આના કારણે હવે AAPની ચૂંટણીલક્ષી આ રણનીતિનો દાવ ઉંધો પડી શકે છે એમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી આ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે વધુ સમય ફાળવવા મદદ કરતી હતી પરંતુ હવે આંતરિક વિખવાદ ઉભો થતા આ દાવ ઉંધો પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT