AAPના ઉમેદવારે માનવ સેવાનું દ્રષ્ટાંત સ્થાપ્યું, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની મદદે આવ્યા..
મહીસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ચૂંટણીજંગ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું માનવીય રૂપ જોવા મળ્યું હતું. લુણાવાડા ખાતે…
ADVERTISEMENT
મહીસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ચૂંટણીજંગ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું માનવીય રૂપ જોવા મળ્યું હતું. લુણાવાડા ખાતે એક વ્યક્તિનો ગંભીર અકસ્માત થયો હતો. ત્યારે તેની મદદ કરવા માટે તાત્કાલિક આમ આદમી પાર્ટીના ઉમેદવાર પહોંચી ગયા હતા. ત્યારપછી તેમણે એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં મદદ કરી હતી.
તાત્કાલિક ગાડી રોકી મદદે આવ્યા…
લુણાવાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવરસિંહ સોલંકીએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમણે વિરણીયા પાસે અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિને મદદ કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. તેઓને જેવી જાણ થઈ કે અહી અકસ્માત થયો છે અને વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે તો તાત્કાલિક પોતાની ગાડી ઉભી રાખી હતી. ત્યારપછી તેમણે આગળ સારવાર મળી રહે એની કાળજી પણ રાખી હતી.
108ને ફોન કરી સારવાર અર્થે ખસેડ્યો
નટવરસિંહે ત્યારપછી 108ને ફોન કર્યો અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડ્યા હતા. નોંધનીય છે કે આ દરમિયાન લોકોએ પણ તેમના કામને વખાણ્યું હતું. નોંધનીય છે કે એમ્બ્યુલન્સમાં બેસાડ્યા પછી આગળ યોગ્ય સારવાર મળી રહે એની ખાતરી લીધી હતી.
ADVERTISEMENT
With Input: Viren Joshi
ADVERTISEMENT