AAPના જૂનાગઢના ઉમેદવારની કેજરીવાલ વિરુદ્ધ જૂની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: આમ આદમી પાર્ટીની છઠ્ઠી યાદી જાહેર થઈ છે જેમાં જુનાગઢથી આમ આદમી પાર્ટીએ ચેતન ગજેરાને ટિકિટ આપી છે. તેમના નામની જાહેરાત થતા જ તેમણે ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડીને જશ્ન પણ મનાવ્યો હતો. પરંતુ હાલમાં ચેતન ગજેરાની કેટલીક જૂની પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ કેજરીવાલ પર કટાક્ષ કરતા દેખાય છે.

શું લખ્યું છે વાઈરલ પોસ્ટમાં
આમ આદમી પાર્ટીના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની વર્ષ 2016માં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેટલાક ટ્વિટ કર્યા હતા. આ ટ્વિટના સ્ક્રીનશોટ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ટ્વિટમાં લખેલું છે, ઐસા કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં, નામ તો સુના હી હોગા… કેજરીવાલ, જ્યારે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, દેવરાજ ઈન્દ્ર કા સિંહાસન પહેલા રાક્ષસો કી ઘનઘોર તપસ્યા કે કારણ ડોલતા થા પર આજકલ સુના હૈ અરવિંદ કેજરીવાલ કે મોદી જાપ કે કારણ ડોલતા હૈ…

ADVERTISEMENT

ભાજપમાંથી AAPમાં આવ્યા હતા
ચેતન ગજેરાના આ બંને ટ્વીટ 2016ના છે. ત્યારે ચેતન ગજેરા ભાજપ સાથે જોડાયેલા હતા તેઓ ભાજપના યુવા પ્રમુખનું પદ છોડીને બાદમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે તેમની આ જૂની પોસ્ટ વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઈને ખુબ રાજકારણ પણ થયું હતું અને હવે વધુ એક આપ નેતાની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

ચેતન ગજેરાએ જૂની પોસ્ટ અંગે શું ખુલાસો કર્યો?
આ અંગે ચેતન ગજેરાએ Gujarat Tak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ 2016ના ટ્વીટ છે. આ વાતને આજે 6 વર્ષ થઈ ગયા. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આવ્યા 2 વર્ષ થયા છે. કોંગ્રેસમાં તો કોઈ જવાનું વિચારે પણ નહીં, અને કોઈ વિકલ્પ નહોતો, અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામ કર્યા છે તેનાથી પ્રભાવિત થયા છીએ. અને વિરોધ પક્ષ હોય તો બધા વિરોધ કરતા હોય. હું જ્યારે ભાજપમાં હતો આ ત્યારના ટ્વિટ છે, આપમાં આવ્યા પછીના ટ્વિટ નથી. આવું વિરોધ પક્ષમાં હોય ત્યારે લખ્યું હશે. પરંતુ એ મારું ટ્વિટર હેન્ડલ પણ બીજા ત્યારે વાપરતા હતા, એટલે તેમણે લખ્યું હશે. એટલે મારું ટ્વિટર હેન્ડલ હજુ પણ નથી વાપરતો. એટલે ભાજપે કાલથી જે સ્ટંટ શરૂ કર્યા છે એટલા મારું પોતાનું FB-ટ્વિટર ફરીથી પોતે જ હેન્ડલ કરવા લાગ્યો છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT