‘હાઈવે-એરપોર્ટની જેમ ગુજરાતની નહેરોનું પ્રાઈવેટાઈઝેશન થવા જઈ રહ્યું છે? AAPનો મોટો ધડાકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ખેતરમાં રાત્રે વીજળી મળતા ખેડૂતો ખૂબ પરેશાન છે. ઘણી જગ્યાએ દિવસે વીજળી આપવા માટે માગણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે ખેડૂતોના આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ પણ સરકારને ઘેરી છે અને ખેડૂતોને દિવસે વીજળી આપવા માંગી કરી છે. સાથે જ રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

AAPના નવા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપાધ્યક્ષ સાગર રબારીએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને ઠંડીથી રાજ્યમાં થયેલા ખેડૂતોના મોતને પગલે સરકારને જલ્દી દિવસે વીજળી આપવા માંગ કરી હતી. દરમિયાન ભાજપ સરકાર પર ખેડૂતોની જમીન પડાવી લેવા એક કાયદો પણ બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપ સરકાર પર AAPના ગંભીર આક્ષેપ
સાગર રબારીએ કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોના બોર અને કૂવા પર મીટર અને વીજ કનેક્શન લગાવવાનું શરૂ કર્યું છે. 2013માં વિધાનસભામાં સરકારે એક ગુજરાત સિંચાઈ અને ગટર વ્યવસ્થા અધિનિયમ પસાર કર્યો હતો. આ કાયદામાં તમામ જગ્યાઓ નદી, તળાવ જ્યાં કુદરતી રીતે પાણી એકઠું થાય તે બધાને જોડતા માર્ગોને કેનાલ જાહેર કર્યા. ત્યાંથી ખેડૂતોના ખેતરમાં પાણી જાય તેના સિંચાઈ દર વસૂલવાના અધિકાર આપ્યા. આ પૈસા ન ચૂકવે તો બાકી મહેસૂલ લાગુ થાય અને ખેડૂતનું નામ સાત બારમાંથી નીકળી જાય અને શ્રી સરકારનું નામ આવી જાય. આ બાદ સરકાર કોઈને પણ જમીન ફાળવી કે વેચી શકે. આ મીટરનો સંબંધ આ કાયદા સાથે છે. આ મીટરના આધારે નક્કી થશે કે ખેડૂતે કૂવામાંથી-બોરમાંથી કેટલું પાણી ખેંચ્યું અને તેના આધારે ખેડૂતોને બિલ આપવામાં આવશે અને તેના પૈસા ચૂકવવા પડશે.

ADVERTISEMENT

કેનાલોનું પણ પ્રાઈવેટાઈઝેશન થશે?
આ સાથે તેમણે કહ્યું, જ્યાં સુજલામ-સુફલામ બની છે. ચેકડેમ છે, નદી-નાળા છે તેની આસપાસના ખેડૂતોએ પણ પૈસા ચૂકવવા પડશે. કાયદાનો સંબંધ પાણીના ખાનગીકરણ સાથે છે. જેમે હાઈવેનું પ્રાઈવેટાઈઝેશન થયું, એરપોર્ટનું પ્રાઈવેટાઈઝેશન થયું એમ ગુજરાતની નહેરોનું પ્રાઈવેટાઈઝેશન થવા જઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતો સાવધાન થાય. નર્મદા સહિત ડેમની કેનાલો પ્રાઈવેટ થશે, મોટા કોર્પોરેટ હાઉસ આ કેનાલ લેશે અને આ પાણીના પૈસા વસૂલશે. આ મીટર કોઈ સામાન્ય વસ્તુ નથી.

‘આગામી 5 વર્ષમાં ગુજરાતની ખેતી અને પશુપાલન ખતમ કરી નાખશે ભાજપ’
તેમણે ખેડૂતોને સંગઠિત થવા આહવાહન કર્યું અને 2013નો આ કાયદો રદ કરાવા આંદોલન ચલાવવા કહ્યું. સાગર રબારીએ કહ્યું, કાયદો નહીં બદલાય તો કેનાલોનું પ્રાઈવેટાઈઝેશન થશે, અદાણી-અંબાણી કે બીજા કોઈને હાથમાં નહેરોનું સંચાલન થશે. જ્ઞાતિ, જાતિથી ઊપર આવી સંગઠિત થઈને આંદોલન ચલાવો. 2013માં આંદોલનના કારણે તેમણે નિયમો ઘડવાનું માંડી વાળ્યું હતું, અત્યાર વધારે સીટો મળતા આ કાયદાની અમલવારી શરૂ કરી છે. ભાજપની આ સરકાર આવનારા 5 વર્ષમાં ગુજરાતની ખેતી અને પશુપાલન ખતમ કરી નાખશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT