AAP આજે ઉમેદવારોની 11મી યાદી જાહેર કરશે, ગોપાલ ઈટાલિયા-અલ્પેશ કથીરિયાનું નામ જાહેર થશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ રાજ્યમાં બે ચરણમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ હાલમાં મૂરતિયાઓ નક્કી કરવામાં લાગ્યા છે, આ વચ્ચે આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ત્યારે માહિતી મળી રહી છે કે AAP આજે પોતાના ઉમેદવારોની 11ની યાદી જાહેર કરશે.

સવારે 11 વાગ્યે નવી યાદી જાહેર થશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા તથા તાજેતરમાં જ AAPમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા આજે સુરતથી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે અને AAPના ઉમેદવારોના નામની જાહેરાત કરશે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 10 જેટલી યાદી જાહેર કરીને કુલ 139 નામોની જાહેરાત કરી છે. ત્યારે આજે 11મી યાદીમાં કેટલા વધુ નામ જાહેર કરશે તેના પર ખાસ નજર રહેશે.

ઈટાલિયા અને કથીરિયાનું નામ જાહેર થશે?
તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે બે-ત્રણ દિવસમાં જાહેરાત કરવાનું કહ્યું હતું. બીજી તરફ અલ્પેશ કથીરિયા પણ આજે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે. એવામાં આજે ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા બંનેના નામ પણ 11મી યાદીમાં આવે તેવી શક્યતાઓ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT