BIG BREAKING: ઈસુદાન ગઢવી બન્યા AAPના CM પદનો ચહેરો, કેજરીવાલની જાહેરાત
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ગઈ કાલે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે.ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબ મોડલ ગુજરાતમાં અપનાવ્યું છે. દિલ્હી અને પંજાબની જેમ હવે ગુજરાતની ચૂંટણી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ગઈ કાલે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે.ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબ મોડલ ગુજરાતમાં અપનાવ્યું છે. દિલ્હી અને પંજાબની જેમ હવે ગુજરાતની ચૂંટણી પણ મુખ્યમંત્રી ચહેરા સાથે લડશે. ત્યારે ગુજરાતની જનતા પાસેથી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેને લઈને આમ આદમી પાર્ટીએ આજે મુખ્યમંત્રી ચહેરાના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી માટે ઇસુદાન ગઢવીના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ દિલ્હીથી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમણે પંજાબમાં સરકાર બનાવી. હવે પંજાબની રણનીતિ પર ગુજરાતની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રીના ચહેરા સાથે લડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ઇસુદાન ગઢવી મુખ્યમંત્રીનો ચહેરો રહેશે.
નામ માટે મંગાવ્યા હતા સૂચનો
કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે તેઓ પંજાબની જેમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને ગુજરાત ચૂંટણીમાં AAPના સીએમ ઉમેદવાર ચહેરાને પસંદ કરે, આ માટે પાર્ટીએ હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ જાહેર કર્યા હતા. લોકોની પ્રતિક્રિયા અને પસંદગીના આધારે કેજરીવાલે મુખ્યમંત્રી પદ માટે ચહેરાની જાહેરાત કરી .
ADVERTISEMENT
118 ઉમેદવારના નામ જાહેર કર્યા
આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર કાગવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ નવી જ રણનીતિ અપનાવી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ તેમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ એક બાદ એક એમ કુલ 9 યાદી જાહેર કરી છે તેમાં કુલ 118 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ADVERTISEMENT