25 December Horoscope: સૂર્યની જેમ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જાણો શું કહે છે તમારું રાશિફળ
25 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો…
ADVERTISEMENT
25 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
મેષ
આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. તમે શારીરિક અને માનસિક પીડાથી પરેશાન રહેશો. સાથે જ કોઈ કામમાં તમારું મન નહીં લાગે. આ સિવાય તમારે કામથી બહાર પણ જવું પડી શકે છે. મુસાફરી કરતી વખતે સાવધાની રાખો. અત્યારે કોઈ નવું કામ શરૂ ન કરો.
વૃષભ
આજે તમે ક્યાંક પ્રવાસ પર જઈ શકો છો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વધારે કામના કારણે તમે નબળાઈ અનુભવી શકો છો. તમારું મન અશાંત રહેશે. બિઝનેસમાં વિરોધી વર્ગના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
ADVERTISEMENT
મિથુન
આજે તમે વાદ-વિવાદમાં ફસાઈ શકો છો, પારિવારિક વિવાદોથી દૂર રહો. બિઝનેસ પાર્ટનર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વેપારમાં મોટું જોખમ ન ઉઠાવો. તમને તમારા પ્રિયજનો તરફથી પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત થશે. નવા કામની શરૂઆત ન કરો.
કર્ક
આજે તમારે કોઈ પરિચિતના કારણે વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે. કોઈપણ લાંબા પ્રવાસ પર ન જાવ. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પારિવારિક વિવાદોથી દૂર રહો. કોઈ નવું કામ શરૂ ન કરો.
ADVERTISEMENT
સિંહ
આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે, તેમનું માર્ગદર્શન જીવન માટે લાભકારી રહેશે. આજે તમારે વેપાર વગેરેમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. સાથે પરિવારમાં માંગલિક કાર્યક્રમ થશે.
ADVERTISEMENT
કન્યા
આજનો દિવસ શાનદાર રહેશે. કોઈ નવું વાહન, મકાન વગેરે ખરીદી શકો છો. કોઈ સગા-સંબંધીના ઘરે માંગલિક કાર્યક્રમમાં જવાનું થશે. સાથે જ કોઈ નવા કામનો પ્લાન બનાવી શકો છો. પરિવારના લોકોનો સહયોગ મળશે.
તુલા
આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ખાવા-પીવા પર કંટ્રોલ રાખો. ક્યાંય બહાર ન જાવ. કોઈને મોટી રકમ ઉધાર ન આપો. વેપારમાં કોઈ જૂના સહયોગીના કારણે તમારે નુકસાન વેઠવું પડી શકે છે. વાદ-વિવાદથી દૂર રહો.
વૃશ્ચિક
આજના દિવસ મિશ્રિત રહશે. આજે વધારે કામના કારણે માનસિક તણાવ રહેશે. તમારે કોઈ કામના કારણે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. આજે તમે તમારા નજીકના કોઈના કારણે વિવાદમાં ફસાઈ શકો છો. પરિવારમાં મતભેદ થઈ શકે છે.
ધન
આજે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. ઘરમાં માંગલિક કાર્ય થશે. આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે. તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ રહેશે. તમે નવું વાહન, મકાન વગેરે ખરીદી શકો છો.
મકર
આજે તમે બહારની યાત્રા પર જઈ શકો છો. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારમાં કોઈ મુદ્દાને લઈને તમારે મતભેદનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં જૂના પાર્ટનર દ્વારા તમને છેતરવામાં આવી શકે છે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, કરવામાં આવેલ કામ બગડી શકે છે.
કુંભ
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કાર્યસ્થળ પર નવા સંબંધો સ્થાપિત થશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. પરિવાર અને સમાજમાં માન-સન્માન વધશે. કોર્ટમાં વિરોધીઓનો પરાજય થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે.
મીન
આજે તમે કોઈ ખાસ વ્યક્તિના આગમનથી ખુશ રહેશો. તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે. સાથે જ તમારે કોઈ પરિચિતથી નુકસાન સહન કરવું પડી શકે છે. સાસરી પક્ષ તરફથી સહયોગ મળશે. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમને કોઈ નવું કામ મળી શકે છે.
ADVERTISEMENT