રવિવારનું રાશિફળ: મેષ, મિથન અને સિંહ રાશિના જાતકોએ આજે રહેવું ‘સાવધાન’, નહીં તો મુશ્કેલીમાં થશે વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

17 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
તમારા માટે આજના દિવસની શરૂઆત સારી રહેશે. આવકમાં વધારો થશે, પરંતુ બપોર પછી ખર્ચ વધી શકે છે. થોડી સાવધાની રાખો. કામને લઈને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. ઘરેલું જીવન સુખમય રહેશે.

વૃષભ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો. બિઝનેસમાં સફળતાની તકો બનશે. ગૃહસ્થ જીવન સંપૂર્ણપણે પ્રેમથી ભરેલું રહેશે. સંબંધોમાં એકબીજા પ્રત્યે જવાબદારીની ભાવના વધશે. લવ લાઈફ જીવતા લોકોને પણ સારા પરિણામ મળશે.

ADVERTISEMENT

મિથુન
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારા પરિણામો લઈને આવશે. જો તમે લાંબા પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો, તો તે વિચાર તમારા મનમાંથી કાઢી નાખો. શારીરિક રીતે દિવસ થોડો નબળો રહી શકે છે. કામના સંબંધમાં તમારે આજે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે.

કર્ક
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. દિવસની શરૂઆતમાં થોડો માનસિક તણાવ રહેશે. આજે તમારી આવકમાં વધારો થઈ શકે છે. આજના દિવસે તમારે વાદવિવાદથી દૂર રહેવું, નહીં તો મોટો ઝઘડો થઈ શકે છે. આજે તમને જીવનસાથીનો સહયોગ મળશે.

ADVERTISEMENT

સિંહ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. દિવસની શરૂઆત સારી થશે. તમે તમારા ગૃહસ્થ જીવનમાં સમય આપશો. તમને પૈસાની ચિંતા થઈ શકે છે. આજે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ADVERTISEMENT

કન્યા
આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. દિવસની શરૂઆતમાં તમે કેટલીક પરેશાનીઓમાં રહેશો. ગૃહસ્થ જીવન સુખમય રહેશે. અવિવાહિત લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે કોઈની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો, તો સાવચેત રહો. નહીંતો તમને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે.

તુલા
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. દિવસની શરૂઆતમાં પરિવાર પર ધ્યાન આપશે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમારી માનસિક ચિંતામાં વધારો કરશે. તમે તમારી મહેનત અને સમર્પણથી કાર્યમાં પ્રગતિ કરશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે.

વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે તમારા પરિવારની જવાબદારીઓ પણ નિભાવશો. પરિણીત લોકોએ આજે કોઈપણ શબ્દ સમજી વિચારીને બોલવો, નહીં તો વિવાદ વકરી શકે છે. મે તમારા કામમાં પૂરી ઈમાનદારી અને મહેનતથી આગળ વધશો. આજે કોઈપણ જગ્યાએ સમજી વિચારીને જ રોકાણ કરવું.

ધન
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો, જેના કારણે તમે દરેક કાર્યને સારી રીતે પૂર્ણ કરશો. પરિવારના સભ્યો સાથે પણ સમય વિતાવશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચ વધી શકે છે. આવક સામાન્ય રહેશે. આજે તમને પરિવારજનોનો પૂરતો સહયોગ મળશે. અટકેલા કામ પૂરા થશે.

મકર
આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે. આજે તમારા કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જેના કારણે તમે ખુશ-ખુશ રહેશો. આજે તમારે કોઈપણ કામમાં બેદરકારી દાખવી નહીં, નહીં તો તમારું બનેલું કામ બગડી શકે છે. આજે પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખવી.

કુંભ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કામના સંબંધમાં તમારી મહેનત ફળ આપશે. તમારી આવકમાં પણ વધારો થશે, પરંતુ ખર્ચ સમાન રહેશે. તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો તો તમારી વાત ઘરે કહેવા માટે આજનો દિવસ સારો છે.

મીન
મીન રાશિના જાતકોના ખર્ચમાં વધારો થશે, તો આવક પણ વધશે. આજે તમારે બને એટલો વધારે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. વેપારીઓને આજે કોઈ સારો ઓર્ડર મળી શકે છે, જેના કારણે તેઓ આજે ખુશ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT