મોરબીમાં અજાણ્યા શખસનો ભાજપને મત આપતો ફોટો વાઈરલ, બંદોબસ્ત સામે અનેક સવાલો ઉઠ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. ત્યારે મોરબી અને ટંકારામાં અજાણ્યા વ્યક્તિએ ભાજપને મત આપ્યો હોય તેવો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં મતદાન કરવા જઈએ ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ વચ્ચે આવા ફોટો વાઈરલ થતા જોવાજેવી થઈ હતી. વળી બીજી બાજુ મતદાનના આ લોકશાહી પર્વમાં બપોર સુધી મોટાભાગના લોકોએ ભાગ લીધો છે. જોકે આવી તસવીરો વાઈરલ થતા અત્યારે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

મોરબી અને ટંકારામાં ભાજપને મત આપતા ફોટો વાઈરલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રાથમિક તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મોરબીના બૂથ પરથી અજાણ્યા શખસનો ભાજપને મત આપતો હોય તેવો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ દરમિયાન બીજી બાજુ ટંકારામાં પણ ભાજપના ઉમેદવારને મત અપાતો હોય તેવો ફોટો સામે આવતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે ચૂંટણી સમયે મતદાન મથકમાં મોબાઈલ પણ લઈ જવાની મનાઈ હોય છે ત્યારે આવા ફોટો વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

With Input: Rajesh Ambaliya

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT