રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં આંશિક રાહત, નલિયામાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય અહીં કડકડતી ઠંડીથી લોકોએ સ્વેટર પહેરી બહાર જવાનો વારો…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય અહીં કડકડતી ઠંડીથી લોકોએ સ્વેટર પહેરી બહાર જવાનો વારો આવ્યો છે. ઠંડીથથી બચવા ગરમ કપડાં અને તાપણાનો સહલો લેવો પડે છે. નવા વર્ષથી જ જાણો ઠંડીનો પારો સતત ગગડતો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે હવે ઠંડી થી આંશિક રાહત મળી છે. રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ત્યારે હવે આજે આ તાપમાનમાં વધારો થયો છે. નલિયામાં આજે 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નવા વર્ષની શરૂઆતની સાથે જ ઠંડીએ લોકોને દરુજવી દીધા હતા. નલિયામાં 2 ડિગ્રી સુથી તાપમાનનો પારો ગગડ્યો હતો. ત્યારે છેલ્લા ૩ દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. નલિયા 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૨-૪ ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.નલિયામાં 6.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં 8 થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં બુધવારની સરખામણીએ ગુરુવારે રાત્રિના લઘુતમ તાપમાન ચાર ડિગ્રી વધી જતાં 14.1 ડિગ્રી નોંધાયું હતું.
ADVERTISEMENT
સવાર બાદ પવનની ગતિ પણ સામાન્ય ઘટી ગઇ હતી. દિવસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 25.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં 13 થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ 3 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા, ડીસા અને ભુજનો સમયવેશ થાય છે.
આ પણ વાંચો: કચ્છમાં મોડી રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ ઉપર 3.2 ની તીવ્રતા નોંધાઈ
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ 5 જાન્યુઆરીએ આગાહી કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, વાતાવરણ આગળ 5 દિવસ માટે સૂકું રહેશે. ત્યારે વરસાદની કોઈ સંભાવના નથી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT