વિદ્યા સહાયકોની ભરતીમાં કૌભાંડ, મેરિટવાળા લાઈનમાં રહી ગયા ને મળતિયાઓ નોકરીએ લાગી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડાઃ શિક્ષણ વિભાગમાં ભરતી કૌભાંડ મુદ્દે નડિયાદ પોલીસ સ્ટેશન ખાતે કે.એન.બામણીયા સામે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ માછીએ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 2009માં વિદ્યા સહાયકોની ભરતી જાહેર થઈ હતી. તેમાં મેરિટ લિસ્ટ મુદ્દે કૌભાંડ થયું હોવાની માહિતી બહાર આવી હતી. જેમાં 13 વિદ્યા સહાયકોની ખોટી ભરતી મુદ્દે કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

શિક્ષણ વિભાગમાં ભરતી કૌભાંડ હવે જાણે સામાન્ય બાબત બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ ખેડા જિલ્લામાં વિદ્યા સહાયકોની ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેને લઈને શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે હવે આ કૌભાંડનાં તાર પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એન.બામણીયા સાથે જોડાતા શિક્ષણ વિભાગમાં ખળભડાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે હવે આ કૌભાંડના કર્તા પૂર્વ તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એન.બામણીયા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અત્યારે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈ માછીએ કરી છે.

જાણો સમગ્ર કૌભાંડ વિશે…
વર્ષ 2009માં વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ હતી. તેમાં ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા વિદ્યા સહાયક ભરતીમાં કુલ 141 વિદ્યા સહાયકોની ભરતી માટેની જાહેરાત 21 ડિસેમ્બર 2009ના દિવસે અપાઈ હતી. જોકે ત્યારપછી આ ભરતીમાં પસંદગી પામેલા વિદ્યા સહાયકોની નિમણૂકને પાંચ વર્ષ પૂર્ણ થતા કચેરી દ્વારા નિયમિત પગાર ધોરણમાં સમાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT

આ નિયમિત પગાર ધોરણની મેરિટ યાદી બહાર આવી અને કૌભાંડની અટકળો શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 10 વિદ્યા સહાયકોની નિમણૂક થઈ હોવાની મેરીટ યાદી બહાર પાડવામાં આવી હતી. જ્યારે અન્ય લોકોને વેઈટિંગ લિસ્ટમાં રખાયા હતા. જોકે આ દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી કે આ પસંદ થયેલા 10 વિદ્યા સહાયકોના નામ મેરીટ યાદી કે પછી વેઈટિંગ લિસ્ટમાં હતા જ નહીં. જોકે ફેબ્રુઆરી 2016ના દિવસે તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એન.બામણીયા દ્વારા વિદ્યા સહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

2018માં અન્ય 3 ઉમેદવારોની ભરતી વિવાદમાં રહી
વર્ષ 2018ની વાત કરીએ તો અહીં અન્ય 3 ઉમેદવારો પણ આવી જ રીતે પસંદ થયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ત્યારપછી લગભગ 2 વર્ષના સમયાંતરે એટલે કે 2020માં 13 વિદ્યા સહાયકોની ખોટી ભરતી મુદ્દે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારપછી તો તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો અને એક પછી એક પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા હતા.

ADVERTISEMENT

સમગ્ર કૌભાંડનો પર્દાફાશ…
જોકે તપાસ દરમિયાન ચોંકાવનારી બાબત એ સામે આવી કે આ સમગ્ર કૌભાંડ તત્કાલીન પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એન.બામણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટા રેકોર્ડ તૈયાર કર્યા હતા. આ દરમિયાન ખોટી સહી અને પુરાવા લઈને 13 જેટલા ઉમેદવારોને ગેરરીતિ આચરી સરકારી નોકરી તથા પગાર ભથ્થાનો લાભ આપ્યો હતો. તેમની આવી રીચે નિમણૂક થતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આ સમગ્ર કૌભાંડ મુદ્દે ગાંધીનગરની કચેરી પણ એક્ટિવ થઈ ગઈ હતી. આ દરમિયાન નાયબ શિક્ષણ નિયામકનું નામ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. આ અંગે તાજેતરમાં ખેડા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશકુમાર માછીએ કે.એન.બામણીયા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

આ સમગ્ર કૌભાંડ આચરનારા રાજ્ય સેવકનું નામ સામે આવતા નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગરની કચેરી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી. જેને લઇને હાલના ખેડા જીલ્લા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશકુમાર માછીએ તે સમયના તત્કાલીન પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને હાલમાં નિવૃત્ત થયેલ કે.એન.બામણીયા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT