ભિલોડા મસ્જિદ પાસે ઝાડ પરથી યુવતીનો મૃતદેહ મળ્યો, સ્થાનિકોમાં ફફડાટ!
અરવલ્લીઃ ભિલોડા મસ્જિદ પાસે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે આસપાસના લોકોએ ઝાડી ઝાખરામાં એક લિમડાના ઝાડ પર મૃતદેહને…
ADVERTISEMENT
અરવલ્લીઃ ભિલોડા મસ્જિદ પાસે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે આસપાસના લોકોએ ઝાડી ઝાખરામાં એક લિમડાના ઝાડ પર મૃતદેહને લટકતો જોયો હતો. ત્યારપછી આસપાસના લોકોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું હતું. એટલું જ નહીં ભિલોડા પોલીસને પણ તાત્કાલિક જાણ કરી દેવાઈ છે. નોંધનીય છે કે હજુ સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી તપાસ ચાલી રહી છે.
મોતનું કારણ અકબંધ…
ભિલોડા મસ્જિદ પાસે આવેલા વાંઘા પાસેથી યુવતીનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. આ જોઈને વહેલી સવારે તેનો મૃતદેહ લિમડાના ઝાડ પર શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળથા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. ત્યારપછી આ ઘટનાની જાણ થતા ભિલોડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી આ મોતનું કારણ અકબંધ રહ્યું છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT