રાજ્યમાં વધુ એક ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કાંડ આવ્યું સામે, ગાંધીનગરમાં ખેડૂતે નોંધાવી ફરિયાદ
ગાંધીનગર: રાજ્યમાં એક બાદ એક ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કૌભાંડ સામે આવી રહ્યા છે. મયુર તડવી ડુપ્લિકેટ 5 પીએસઆઈ કૌભાંડ બાદ રાજકોટમાં એઇમ્સમાં ડુપ્લિકેટ જોઇનિંગ લેટર કાંડ…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં એક બાદ એક ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કૌભાંડ સામે આવી રહ્યા છે. મયુર તડવી ડુપ્લિકેટ 5 પીએસઆઈ કૌભાંડ બાદ રાજકોટમાં એઇમ્સમાં ડુપ્લિકેટ જોઇનિંગ લેટર કાંડ હજુ સમું જ છે. ત્યારે રાજ્યમાં વધુ એક ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગના કુડાસણમાં ખોટાં ડોક્યુમેન્ટ બનાવવાનો કિસ્સો સામે આવતા હડકંપ મચ્યો છે. ખેડૂતની મિલકત હડપ કરવા માટે કોઈ ઈસમો દ્વારા ખેડૂતોના ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ગાંધીનગના કુડાસણમાં ખોટાં ડોક્યુમેન્ટ બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂતના ડુપ્લીકેટ આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ પાન કાર્ડ બનાવવામાં આવ્યા છે. કુડાસણના ખેડૂતને આધારકાર્ડ અને પાનકાર્ડ ટપાલ મારફતે આવ્યા હતા. જેમાં ખેડૂતોનુ નામ બંને માં સરખું હતું પરંતુ ફોટા અલગ નીકળતા ખેડૂત પણ ચોંકી ઉઠ્યો. ત્યારે આ મામલે ખેડૂતે ઈન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા અલગ
પોલીસ ફરિયાદમાં ખેડૂત જીવણજીભાઈ ચૌહાણે લખાવ્યું કે ગત તા.10/10/2022 ના રોજ આશરે બારેક વાગ્યાના સુમારે મારા ઘરે પોસ્ટમેન દ્રારા ટપાલ આપવામાં આવેલ. જેમાં મારા નામ-સરનામાનું આધારકાર્ડ હતું. જેમાં મેં જોયેલ તો મારા ફોટાની જગ્યાએ અન્ય કોઇ વ્યક્તિનો ફોટો હતો જેથી મે મારા અસલ આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે આ ટપાલમાં આવેલ આધારકાર્ડ અને પાનકાર્ડની સરખામણી કરતા આ ટપાલમાં આવેલ આધારકાર્ડ અને પાનકાર્ડ ખોટા બનાવેલ જ્ગાઇ આવેલ. તેમ છતા મે આ બાબતે અમારા ગામમાં તપાસ કરતા આવુ મારા નામ સરનામા વાળી અન્ય બીજી કોઇ વ્યક્તિ ના હતુ. તેમજ ફોટા વાળી પણ કોઇ વ્યક્તિ અમારા ગામમાં ન હતી.
ADVERTISEMENT
ચૂંટણીકાર્ડમાં પણ ફોટા અલગ
જેથી મે આ ખોટા આધારકાર્ડમાં જણાવેલ મોબાઇલ નંબર પર ફોન કરતા મોબાઇલ બંધ બતાવેલ અને ખોટા પાનકાર્ડની કીટ માં જણાવેલ મોબાઇલ નંબર ઉપર ફો ન કરતા આ ફોન પણ બંધ હતો, પાનકાર્ડની કીટ માં જણાવેલ મોબાઇલ નંબર હાલમાં ભરતજી ઠાકોર નરોડા અમદાવાદ વાળો ઉપયોગ કરે છે. હું આ ભરતજી ઠાકોર વિશે માહિતી મેળવતો હતો તે સમયમાં મારા ઘરે ફરીથી એક ટપાલ આવેલ જેમાં મારા નામ સરનામા વાળુ ચુંટણી કાર્ડ આવેલ હતુ જેમાં ફોટો અન્ય કોઇ વ્યક્તિનો હતો. ટપાલમાં આવેલ ચુંણીકાર્ડ લઈ સરકારી કચેરીમાં જઈ તપાસ કરતા ખબર પડી કે, મારા નામના ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરી આ ખોટુ આધારકાર્ડ સરકારી કચેરીમાં બતાવી તેના આધારે મારા નામનું ખોટું ચુંટણીકાર્ડ બનાવેલ છે. જે થી મને લાગેલ કે કોઇ ઇસમો મારી મિલ્કત હડપ કરવાના ઇરાદે મારા નામના ખોટા આધારકાર્ડ-પાનકાર્ડ-ચૂંટ્ણીકાર્ડ બનાવેલ છે.
ADVERTISEMENT
ભરતજી ઠાકોર ખોટા દસ્તાવેજો બનાવાના ગુનામાં પકડાયેલ
ભરતજી ઠાકોર બાબતે તપાસ કરતા જણાયું કે, ભરતજી ઠાકોર બોપલ પોલીસ સ્ટેશનમાં આ રીતે ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવાના ગુનામાં પકડાયેલ છે. જેથી મને પાકો વિશ્વાસ થઈ ગયેલ કે આ ભરતજી છનાજી ઠાકોર તથા ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણીકાર્ડમાં જ ણાવેલ ફોટા વાળી અલગ અલગ વ્યક્તિઓ તેમજ અન્ય ઇસમો મળી પુર્વાયોજીત કાવતરૂ રચી મારા નામના ખોટા આઇ ડી પ્રુફ આધારકાર્ડ બનાવી તેને સરકારી કચેરીમાં બતાવી ખોટુ ચૅણીકાર્ડ કઢાવી મારી કિમતી મિલ્કત હડપ કરી લેવાનો પ્લાન બનાવ્યો છે.
ADVERTISEMENT
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા , ગાંધીનગર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT