આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા

ADVERTISEMENT

Cabinate
Cabinate
social share
google news

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે ધડાધડ એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે. આ દરમિયાન કેબિનેટ બેઠક અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે કેબિનેટ બેઠકમાં કોઈ મંત્રીઓ મોબાઈલ નહીં લઈ જઈ શકે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં મોબાઈલ પરના પ્રતિબંધની આજથી શરૂઆત થશે. આજની કેબિનેટમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિ અંગે રાજ્યમાં કરાયેલી તૈયારી ની ચર્ચા થઈ શકે છે.

આજે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં  બેઠક મળશે. જેમાં કોઈ મંત્રી પોતાનો ફોન સાથે નહીં રાખી શકે. આજની કેબિનેટ બેઠકમાં  કોરોનાની સંભવિત પરિસ્થિતિ અંગે રાજ્યમાં કરાયેલી તૈયારીની  ચર્ચા થશે. G20 અંતર્ગત ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોની તૈયારીની   સમીક્ષા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત  સરકારના આગામી 100 દિવસના કાર્યના આયોજન અંગેની  સમીક્ષા થઈ શકે છે.  ગુજરાતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંગેના આયોજન પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત  નીતિવિષયક બાબતો પર કેબિનેટમાં થશે ચર્ચા

કેબિનેટ બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ
મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાને ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

મંત્રીઓને મળવા માટે હવે ફોન બહાર રાખવા પડશે 
ગાંધીનગરમાં સચિવાલયના મુલાકાતીઓ માટે સોમવાર અને મંગળવારના બે દિવસ રાખવામાં આવ્યા છે. આ બે દિવસમાં લોકો મંત્રી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. અત્યાર સુધી મુલાકાતીઓ તેમના મોબાઈલ ફોનથી મંત્રીને મળી શકતા હતા પરંતુ હવે મુલાકાતીઓએ મંત્રીને મળતા પહેલા મોબાઈલ ફોન બહાર મુકીને જવું પડે છે. મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે મુલાકાતીઓ કોઈપણ પ્રકારના રેકોર્ડિંગને ટાળવા માટે મુલાકાત દરમિયાન તેમના ફોન બહાર મૂકી શકે.
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર 

    follow whatsapp

    ADVERTISEMENT