ધોરાજી બેઠક પર બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો, કરતો હતો આ કામ
નીલેશ શિશાંગિયા, રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. પ્રથમ એક કલાકમાં 5 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. આ…
ADVERTISEMENT
નીલેશ શિશાંગિયા, રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. પ્રથમ એક કલાકમાં 5 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. આ વચ્ચે ધોરાજી ખાતે આવેલા કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો છે. ધર્મપત્નીની જગ્યાએ પોતે ફરજ બજાવવા પહોંચી ગયો હતો.
મતદાન મથક ઉપર પત્નીની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતા હોવાની અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ છે. મતદારને બોગસ મતદાન કરાવતા હોવાની જાણ થતાં તેમને ઝડપી પડ્યો છે. આ બાદ જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને તેને હટાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે માધ્યમોમાં ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજી મથકમાં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર તેમની પત્નીની જગ્યાએ બી.એલ.ઓ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુકત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 5.03 ટકા મતદાન તમામ 89 બેઠકો પર થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT