ભારતીય ટીમને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો આ પ્લેયર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ ની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઈજામાંથી સાજા થયા બાદ NCAમાં રિબેક માટે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માંથી બહાર થઈ ગયો છે.

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે 4 મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી બે મેચ રમી શકે છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ આખી સિરીઝમાંથી બહાર છે. જો કે, તે પછી બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ડોમેસ્ટિક વનડે સીરીઝમાં વાપસી કરશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ રિસ્ક નહીં લે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બુમરાહ આ સમયે સ્વસ્થ થઈ ગયો છે. ઈજામાંથી સાજા થયા બાદ તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિબેક માટે છે. બુમરાહે પણ બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટની થિંક ટેન્ક બુમરાહને લઈને જોખમ લેવા માંગતી નથી. જેને કારણે બુમરાહને ટેસ્ટ સિરીઝ માંથી બહાર રાખ્યો છે. આ વર્ષે ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આવી સ્થિતિમાં બુમરાહની હાજરી વર્લ્ડ કપમાં ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

બુમરાહે સપ્ટેમ્બર 2022થી કોઈ મેચ રમી નથી,
29 વર્ષીય બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. જોકે તેણે NCAમાં નેટ પર બોલિંગ શરૂ કરી દીધી છે. તેમ છતાં, સિરીઝ માંથી તેના બહાર નીકળવાના આ સમાચારે ચાહકોને નિરાશ કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાત અને અલ્હાબાદ HCના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક, જાણો શું કહ્યું કાયદા મંત્રીએ

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટ કીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT