9 સભ્યોના પરિવારે મોતને હાથતાળી આપી…મોરબી બ્રિજની અધવચ્ચે હતા અને એવો નિર્ણય લીધો કે બચી ગયા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુસ્તફા શેખ/મોરબી ગ્રાઉન્ડ રિપોર્ટઃ ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડતા 134 લોકોના મોત થયા છે. અત્યારે વેકેશનના સમયગાળા દરમિયાન બ્રિજ પર ઘણા પરિવારો ફરવા આવ્યા હતા, પરંતુ આ દુર્ઘટનામાં કાળ ઘણા બધા પરિવારને ભરખી ગયો છે. તેવામાં આ ઘટના પછી એકબાજુ મોરબી સહિત સમગ્ર દેશ શોકગ્રસ્ત છે તો બીજી બાજુ 9 સભ્યોનો એક પરિવાર એવો પણ છે, જેના એક નિર્ણયના કારણે તેઓ દુર્ઘટનામાં મોતને હાથ તાળી આપી બચી ગયા હતા.

પરિવારે ટિકિટ લીધી અને… 
આ પરિવાર 40 વર્ષના મેહુલ રાવલનો છે. મેહુલનો પરિવાર પણ અન્ય લોકોની જેમ રવિવારે રજાના દિવસે મોરબીના કેબલ બ્રિજ પર પહોંચ્યો હતો. આ દરમિયાન મેહુલ સાથે તેની બહેન, ભાઈ, તેમના 2 બાળકો, વધુ એક બહેન અને તેમના પતિ સાથે 2 ભાણીયાઓ પણ હતા. બ્રિજ પર ઘણી ભીડ હતી છતા દરેકે ટિકિટ લઈ બ્રિજની બીજી બાજુ જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એક નિર્ણયે દરેકનો જીવ બચાવી લીધો હતો.

મ5

ADVERTISEMENT

પરિવારે મોતને હાથતાળી આપી…
ટિકિટ લીધા પછી કોઈક રીતે મેહલુનો પરિવાર કેબલ બ્રિજ પર પહોંચી ગયો હતો. અહીં એટલી બધી ભીડ હતી કે તેઓ અસમંજસમાં મુકાઈ ગયા હતા. તેઓ અધવચ્ચે કેબલ બ્રિજ પર પહોંચ્યા જ હતા કે પરિવારને ભીડ જોઈને ગભરામણ થઈ તથા ડર લાગવા લાગ્યો હતો. ત્યારપછી પરિવારના તમામ લોકોએ અધવચ્ચેથી પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો પરિવાર જેવો બ્રિજના એક છેડે પહોંચવાનો જ હતો કે તાત્કાલિક બ્રિજ તૂટી ગયો અને અનેક લોકો મચ્છુ નદીમાં ખાબકી ગયા.

દુર્ઘટનામાં પરિવાર માંડ માંડ બચ્યો
આ દુર્ઘટનામાં મેહુલ સાથે જ તેમના પરિવારના વધુ 2 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેવામાં મેહુલના જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી છે અને આગામી 2 દિવસોમાં તેમના પગનું ઓપરેશન થવાનું છે. તેમની સાથે હોસ્પિટલમાં પરિવારના તમામ 8 સભ્યો હાજર છે. મેહુલે વધુમાં કહ્યું કે તેમના પરિવારે જો અધવચ્ચેથી તાત્કાલિક પરત ફરવાનો નિર્ણય ન લીધો હોત તો કોઈપણ બચી શક્યું નહોત. કોઈએ પણ ભીડ રોકવાના પ્રયત્નો કર્યા નહોતા.

ADVERTISEMENT

સાંસદના 12 સંબંધીઓએ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બાળકોની સંખ્યા વધારે છે. રાજકોટથી લોકસભા સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. તેમણે આ અંગે ન્યૂઝ એજન્સીને માહિતી આપી હતી કે આ દુર્ઘટનામાં મારા ભાઈના સાળાની 4 દીકરીઓ, તેમાંથી ત્રણના પતિ અને 5 બાળકો મૃત્યુ પામ્યા છે.

ADVERTISEMENT

બ્રિજ 143 વર્ષ જૂનો હતો…
મોરબીની બ્રિજ દુર્ઘટના પછી અત્યારસુધી આ અંતર્ગત ઘણા ઘટસ્ફોટો થયા છે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે મોરબીનો પૂલ 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો હતો. જે 143 વર્ષ જૂનો હતો. આ પૂલનું ઉદ્ઘાટન 1879માં કરાયું હતું. આ કેબલ બ્રિજને 1922 સુધી મોરબીમાં શાસન કરતા રાજા વાઘજી રાવજીને બનાવ્યો હતો. વાઘજી ઠાકોરે પુલ બનાવવાનો નિર્ણય એટલે લીધો હતો કે દરબારગઢ પેલેસને જોડી શકાય.

યુદ્ધ સ્તરે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
રેસ્ક્યૂ ઓપરેશનમાં NDRFની 5 ટીમ, SDRFની 6 પ્લાટૂન, વાયુસેનાની એક ટીમ, સેનાના 2 કોલમ અને નેવીની 2 ટીમો કાર્યરત છે. આના સિવાય સ્થાનિક લોકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે.

હવે, અટલ બ્રિજની લિમિટ નક્કી કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અટલ બ્રિજ પર જતા લોકોની લમિટિ નક્કી કરી લીધી છે. નોંધનીય છે કે અટલ બ્રિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત અને સલામત છે. છતાં હાલની ઘટનાને ધ્યાને લઇ મુલાકાતીઓની સલામતી માટે લેવાયેલા આ નિર્ણયને અનરૂપ જો મુલાકાતીઓની સંખ્યા પ્રતિ કલાક 3000થી વધારે થઇ જાય તો થોડા સમય માટે પ્રતિક્ષા કરી વહિવટતંત્રને સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT