સિદ્ધપુરમાં વિકાસ ન થયાના આક્ષેપ સાથે 4 કોર્પોરેટરોનું રાજીનામું, BJPના જ સદસ્યે લગાવ્યો ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/ પાટણ: પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભાનો એક નાનો વિસ્તાર રાજપુર જ્યાં ઘણા વર્ષોથી વિકાસ નથી થઈ રહ્યો. છેલ્લા 5 વર્ષથી ઓવરબ્રિજનું કામ અટકેલું પડ્યું છે અને રસ્તાઓ તૂટેલા હોવાના કારણે નગપાલિકાના રાજપુર વિસ્તારના વોર્ડ નં. 2 અને 4ના સદસ્યોએ પાલિકા પહોંચીને રાજીનામું આપી દીધું. આ સાથે સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો સામે નારેબાજી કરી અને માટલા ફોડ્યા હતા.

છોકરાઓની સગાઈ ન થતા મહિલાઓ નારાજ
વિકાસથી વંચિત સિદ્ધપુરના રાજપુરમાં મહિલાઓ પોતાના સંતાનોના લગ્ન ન થવાના કારણે પરેશાન હતી. જેનું કારણ પણ વિકાસ ન થયો હોવાનું કહેવાયું. આ વિસ્તારમાં રહેતા હંસાબેને કહ્યું કે, અમારા ત્યાં સંબંધ લઈને લોકો કેવી રીતે આવે? બસ નથી આવી શકતી. રીક્ષાવાળા હાઈવે સુધી જવાના 100 રૂપિયા લે છે, આટલી તો દિવસની કમાણી પણ નથી હોતી. મારા પગ પણ કામ નથી કરતા. પાણીની સમસ્યા છે અને સાફ સફાઈનો પ્રશ્ન પણ છે. હવે મહિલાઓ જ લડાઈ લડશે. 4 સદસ્યોને રાજીનામું કેમ આપવું પડ્યું? અધિકારીઓને ખબર નથી પડતી. પછી ટેક્સ ભરવાનો મતલબ શું. અહીં છોકરાઓની સગાઈ નથી થઈ રહી.

ADVERTISEMENT

ભાજપના જ સદસ્યએ લગાવ્યા ગંભીર આરોપ
આ વિસ્તારમાં લગભગ 12 હજાર મતદાતાઓએ છે. નગરપાલિકામાં ભાજપના સદસ્ય દિનેશ પટેલે કહ્યું કે, દોઢ વર્ષ પહેલા જનતાએ મને ચૂંટ્યો હતો. નગરપાલિકામાં મેં ઘણીવાર લેખિતમાં ફરિયાદ કરી રોડ, લાઈટ, પાણી અને ગટરની સુવિધાઓ ઠીક કરવા માટે કહ્યું. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરાતી. હું ભાજપ બોર્ડમાંથી જ જીત્યો છું અમારું જ બોર્ડ શાસક પક્ષમાં છે તો મારું કામ તો જલ્દી થવું જોઈએ. અમે વિરોધ પક્ષમાં હોઈએ તો માની શકાય કે કામ ન થાય. પરંતુ અમારા જ બોર્ડમાં અમારું કામ નથી થઈ રહ્યું. અમારા વિસ્તારે નક્કી કર્યું છે કે આ કામોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે બધા ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

    follow whatsapp

    ADVERTISEMENT