ભાજપ માટે 2022ની ચૂંટણી બની ઐતિહાસિક, માધવસિંહ સોલંકીનો તોડ્યો રેકોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ભાજપ માટે 2024 પણ રસ્તો સરળ છે અને રાજ્યસભાની ચૂંટણી માટે પણ સરળ રસ્તો બની ચૂક્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં અનેક પડકાર સામે ભાજપે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન ભાજપે વર્ષ 1985નો કોંગ્રેસનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વર્ષ 1985 માં માધવસિંહ સોલંકીને 149 બેઠક મળી હતી. ત્યારે હવે વેશ 2022માં ભાજપે આ રેકોર્ડ તોડી નાખ્યો છે ભાજપે 154 બેઠક પર જીત હાંસલ કરી દીધી છે અને હજુ 2 બેઠક પર લીડથી આગળ ચાલી રહી છે. 2022ની ચૂંટણી  ઐતિહાસિક બની છે,


ગુજરાતની સ્થાપન વર્ષ 1960માં થઈ હતી અને ગુજરાત વિધાનસભાની પ્રથમચૂંટણી વર્ષ 1962માં થઈ હતી. વર્ષ 1962થી વર્ષ 2022 સુધીમાં કોઈ પણ પક્ષ 150થી વધુ બેઠકો જીતવામાં  કોઈ પણ સફળ રહ્યો ન હતો. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસ 149 બેઠક જીત્યુ હતુ. તેને અત્યાર સુધી ગુજરાતનો રેકોર્ડ માનવામાં આવતો હતો, જેને હવે ભાજપના ભૂપેન્દ્ર પટેલે તોડી નાખ્યો છે. ભાજપે ગુજરાતમાં 7 મી વખત જીત મેળવી છે.

ભાજપ 32 વર્ષ સત્તા સંભાળશે
32 વર્ષ ગુજરાતમાં હવે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આમ ગુજરાતમાં કુલ 27 વર્ષ ભાજપે સત્તા સાંભળી અને હવે હજુ 5 વર્ષ સંભાળશે ત્યારે કુલ 32 વર્ષ સુધી ભાજપ ગુજરાતની કામણ સંભાળશે અને કોંગ્રેસ 32 વર્ષનો સત્તા વનવાસ ભોગવશે. આમ બીજી તરફ જોઈએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ કોંગ્રેસ માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં વિપક્ષમાં પણ નહીં બેસી શકે. જનતાએ પહેલા સત્તાનો તાજ ઉતારાવ્યો અને હવે વિપક્ષમાં પણ કોંગ્રેસને નથી સ્વીકારી જ્યારે ભાજપ માટે તમામ રસ્તાઓ ખોલી દીધા છે. ગુજરાતમાં ભાજપને 53 ટકા જેટલા  મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ 26.8 ટકા પર જ અટકી ગઇ છે.

ADVERTISEMENT

37 વર્ષનો રેકોર્ડ તોડ્યો 
ભાજપે કોંગ્રેસનો 37 વર્ષ જૂનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી150 થી વધુ બેઠકોનો  રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 1985માં માધવસિંહ સોલંકી હેઠળ કોંગ્રેસને રેકોર્ડ 149 બેઠક મળી હતી, જ્યારે ભાજપને 11 સીટ મળી હતી. આ રેકોર્ડ હજી સુધી તૂટ્યો નહોતો. 37 વર્ષ બાદ 2022ની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી આ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT